સેમિનાર યોજાયો:ઔદ્યોગિક અકસ્માતો નિવારવા, કાર્યસ્થળે શ્રમિકોની સલામતી અંગે ચર્ચા-વિચારણા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં આયોજિત સેમિનારમાં સુરક્ષાને અપાયું પ્રાધાન્ય

મોરબી ઔદ્યોગિક હબ બની ગયું છે. સિરામિક અને પેપર પેકેજિંગ તેમજ ક્લોક ક્ષેત્રે મોરબીએ દેશભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી દીધી છે. લાખો શ્રમિકો માટે આવક અને રોજગારીનું માધ્યમ બની ગયેલા આ ઉદ્યોગમાં અવાર નવાર નાની મોટી દુર્ઘટનાઓ બનતાં તેમની સલામતીનો પ્રશ્ન પણ સામે આવી રહ્યો છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ એસો.ના કારખાનેદારો સાથે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, રાજકોટના જોઇન્ટ ડાયરેક્ટરે ખાસ સેમિનાર યોજી, અકસ્માતો નિવારવા, શ્રમિકોની સલામતી માટે નક્કર કદમ ઉઠાવવા વિચાર વિમર્શ કર્યો હતો.

સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એસો.ના કારખાનેદારો સાથેના ઔદ્યોગિક સલામતી વિષયક સેમિનારમાં રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય એચ. એસ. પટેલે ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે, સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તેની સમજણ આપવામાં આવી હતી. મોરબીના વિવિધ ઉદ્યોગકારોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વિવિધ પ્રમુખો જેમ કે મુકેશભાઈ ઉગરેચા, મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, તેમજ મોરબી ઔદ્યોગિક સલામતી, સ્વાસ્થ્ય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જે. એમ. દ્વિવેદી, આસિ.ડાયરેક્ટર યુ. જે. રાવલ વગેરેએ હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...