તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા-વિચારણા:કેબિનેટ મંત્રીના ગામમાં જ પાણીની અછતની ચર્ચા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસણ આહીરે રાજકોટ આવી બેઠક કરી

રાજ્યકક્ષાના મંત્રી અને કચ્છના ધારાસભ્ય વાસણ આહીર શુક્રવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને કલેક્ટર,પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં પેન્ડિંગ કામગીરીઓ અંગે અહેવાલ માંગ્યો હતો તેમજ તેમના વિભાગ હેઠળ આવતી યોજનાઓ અંગે પૃચ્છા કરી હતી.

કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના ગામ જસદણમાં પૂરા પાડવામાં આવતા પાણીના પુરવઠાની ચર્ચા કરી હતી. પાણીની અછત કેવી છે તેમજ જે જરૂરી છે તે પાણી ઝડપથી તેમજ પૂરતો જથ્થો તાલુકા વાસીઓને મળી રહે તેવી સૂચના આપી હતી. જિલ્લાના પ્રાચીન સ્થળો જેવા કે ખંભાલીડાની ગુફા, જામકંડોરણાના દરબારગઢ સહિતના સ્થળોની રીનોવેશન માટે પુરાતત્વવિભાગનું ધ્યાન દોર્યુ હતું. ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ આંબેડકર આવાસ યોજનાની કામગીરી જાણી હતી.

અન્ય સમાચારો પણ છે...