આજે એકેડેમિક કાઉન્સિલની મિટિંગ:અભ્યાસક્રમમાં એનસીસી, મહિલા સુરક્ષાની બાબતો ઉમેરવા આજે ચર્ચા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિવર્સિટી સંલગ્ન 73 કોલેજના જોડાણ રિન્યૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ બિનહરીફ થયા બાદ પ્રથમ વખત મિટિંગ 13 ઓગસ્ટને શુક્રવારે સવારે 11.30 કલાકે મળશે. કુલપતિની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં જુદી જુદી ફેકલ્ટીના ડીન અને અધરધેન ડીન યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનના અભ્યાસક્રમ સહિતના મુદ્દે ચર્ચા કરશે. ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન 73 જેટલી કોલેજના જોડાણની સમયમર્યાદા પૂર્ણ થતી હોય તે કોલેજોના જોડાણ રિન્યૂ કરવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આજની બેઠકમાં એનસીસીને અભ્યાસ ક્રમમાં સામેલ કરવા ઉપરાંત યુજીસીના આદેશ પ્રમાણે મહિલા સુરક્ષા અને સન્માન સહિતની બાબતોને અભ્યાસક્રમમાં કેવી રીતે ઉમેરી શકાય તે બાબતે પણ શિક્ષણવિદ્દો ચર્ચા કરશે.યુનિવર્સિટીના જુદા જુદા અભ્યાસક્રમમાં આગામી દિવસોમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિને ધ્યાનમાં રહીને બદલાવ કરવામાં આવનાર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2019માં કોર્સ બદલાવાયો હતો જેને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોય મોટાભાગના અભ્યાસ ક્રમમાં બદલાવ કરવામાં આવનાર છે.

ત્યારે ડિસેમ્બર સુધીમાં તમામ અભ્યાસક્રમ ઘડવાનું કામ શરૂ થાય અને જૂન-2022થી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબનો અભ્યાસક્રમ લાગુ થાય તેવું આયોજન કરાશે. મહિલાઓની સુરક્ષાને લઈને યુજીસીએ પણ તમામ કુલપતિઓ અને કોલેજોના આચાર્યોને જણાવ્યું છે કે, ‘વુમન સેફ્ટી’ ટોપિક ઉપર અભ્યાસ ક્રમો અંતર્ગત વિશેષ બાબતો ઉમેરવામાં આવે જેમ કે મહિલાઓ માટે આદરની લાગણી, તમામ ક્ષેત્રોમાં મહિલાઓની ભૂમિકા ઉપરાંત સમાજમાં મહિલાઓનું માન-સન્માન વિશે લોકો જાગૃત થાય તે પ્રકારે બાબતો ઉમેરવા જણાવ્યું છે જેની મિટિંગમાં ચર્ચા કરાશે.

અન્ય સમાચારો પણ છે...