ઉજવણી:શિષ્યોએ વીડિયોકોલથી દર્શન કર્યા, ગુરુજીએ ઓનલાઈન આશીર્વાદ આપ્યા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુએ કહ્યું સાવચેતી રાખશો એ જ સાચી ગુરુદક્ષિણા હશે

કોરોના મહામારીની સ્થિતિમાં પહેલી વખત રવિવારે ગુરુપૂર્ણિમા અવસરે ગુરુ અને શિષ્ય પ્રત્યક્ષ રીતે એકમેકના સન્મુખ થઇ શક્યા ન હતા. શિષ્યોએ ગુરુજીને વીડિયોકોલ કરી દર્શન-વંદન કર્યા હતા એવી જ રીતે ગુરુજીએ પણ શિષ્યોને ઓનલાઈન આશીર્વાદ અને આશીર્વચન આપ્યા હતા. કોરોનાના કેસ સૌરાષ્ટ્રભરમાં વધી રહ્યા છે ત્યારે સરકારની ગાઈડલાઈનને અનુસરતા મંદિર કે ધાર્મિક સંસ્થાઓએ ગુરુપૂર્ણિમાના મહોત્સવ અને ઉજવણી રદ કરી અગાઉથી જ ગુરુપૂજન માટે એકઠા નહીં થવા અને સાવચેતી દાખવવા જણાવ્યું હતું.

  • વર્તમાન સંજોગોમાં ભક્તોની સર્વ પ્રકારે રક્ષા થાય તે માટે અત્રે દર્શન-અભિષેક કરેલ છે. પ્રભુ પાસે પ્રાર્થના કરાઈ. - અપૂર્વમુનિ સ્વામી, BAPS મંદિર
  • ગુરુપૂર્ણિમાએ મંગળા આરતી અને વિશેષ શૃંગાર દર્શન અને શૃંગાર આરતી થઇ હતી. ગુરુદેવને વિશેષ ભોગ અર્પણ કર્યો. - વૈષ્ણવ સેવાદાસ, ઈસ્કોન મંદિર
  • કોરોનાથી પીડિત વિશ્વ માટે આશ્રમના શિષ્યો અને ગુરુજીએ પોતપોતાના ઘેરથી જ મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. - વિજયભાઈ જોષી, ગજાનન આશ્રમ
અન્ય સમાચારો પણ છે...