કોરોના રાજકોટ LIVE:ડિસ્ચાર્જ રેટ વધ્યો, સોમવારે નવા 19 કેસની સામે 44 દર્દીઓ કોરોનામુક્ત, 222 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ સોમવારે ઘટ્યા છે અને રવિવાર કરતા અડધા 19 કેસ નોંધાયા છે. જ્યારે 44ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસનો આંક ઘટીને 222 થયો છે જ્યારે અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવનો આંક 64549 થયો છે. જે વિસ્તારમાંથી કેસ આવ્યા છે તેમાં વોર્ડ નં. 11માં ગ્રીનસિટી, નંદનવન સોસાયટી, લક્ષ્મણઝુલા, વિનાયક સોસાયટીનો સમાવેશ થાય છે. જ્યારે વોર્ડ નં. 17માં હુડકો અને આશાપુરા નગરનો સમાવેશ થાય છે જ્યારે વોર્ડ નં. 14માં ભક્તિનગરમાંથી 2 કેસ નીકળ્યા છે.

આરોગ્ય કેન્દ્રોમાં શરદી-ઉધરસના 354 દર્દી
શહેરના 22 આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી ચાલે છે જેના આંક મુજબ સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 354 દર્દી આવ્યા છે. જ્યારે સામાન્ય તાવના 82 અને ઝાડા-ઊલટીના 94 દર્દી નોંધાયા છે. આ સિવાય ટાઈફોઈડ, કમળો અને મરડાના રોગ પર પણ નજર રખાય છે જોકે તંત્રના ચોપડા મુજબ છેલ્લા બે અઠવાડિયામાં આ ત્રણેયનો એકપણ કેસ મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવ્યો નથી.

7 દી’માં મચ્છરજન્ય રોગના 6 કેસ, 723ને નોટિસ
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગની સંખ્યા વધી રહી છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શહેરમાં તા. 25થી 31 જુલાઈ દરમિયાન ડેન્ગ્યુના 3, મલેરિયાનો 1 અને ચિકનગુનિયાના 2 કેસ આવ્યા છે. આ સાથે વર્ષ દરમિયાન આ રોગોની કુલ સંખ્યા અનુક્રમે 26, 14 અને 12 થઈ છે. 723 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ ફટકારાઈ છે. વરસાદ થંભી ગયા બાદ મચ્છરોના બ્રીડિંગ માટે યોગ્ય વાતાવરણ થઈ રહ્યું હોવાથી સંખ્યા વધી રહી છે અને જન્માષ્ટમી બાદ કે જ્યારે ચોમાસું પૂરું થઈ જશે ત્યારે આ કેસ હજુ પણ વધી શકે છે.