હાલાકી:જિલ્લાના ગામડાંને CCTVથી સજ્જ કરવાની કામગીરીમાં મતમતાંતર

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના 594 પૈકીના 60 ટકાથી પણ વધુ ગામડાંઓ એવા છે કે જ્યાં હજુ સરકારની પાયાની યોજનાઓ પણ ન પહોંચી રહી હોવાની ફરિયાદો ઊઠી રહી છે.

અંતરિયાળ ગામડાંઓમાં રોડ-રસ્તા, સિંચાઇના કામો, પાણીની સમસ્યા, ખેતીલક્ષી પ્રશ્નો સહિતની બાબતોને લઇને આજે પણ ગ્રામ્યજનો પછાતપણાનો અનુભવ કરી રહ્યા છે ત્યારે જ જિલ્લા પંચાયતના મોભીઓએ પ્રાથમિક સુવિધાઓનો મુદ્દો એક તરફ મૂકી ગામડાંઓને CCTVથી સજ્જ બનાવવા ડિજિટલાઇઝેશનનો પ્રોજેક્ટ હાથ પર લઇ 11 ગામડાંની પસંદગી કરી દરેક ગામમાં દસ લાખના ખર્ચે સીસીટીવી ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ પર લીધી છે.

ડીડીઓ દેવ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લાના 11 તાલુકામાંથી એક એક ગામડું પસંદ કરાયું છે, જે દરેક ગામડાંમાં 20 કેમેરા ફિટ કરી આખા ગામને ડિજિટલ બનાવવાનું નક્કી કરાયું છે. કામગીરી અંતર્ગત એક કેમેરો 50 હજારનો છે, એટલે દરેક ગામડાં માટે રૂ.દસ દસ લાખ મંજૂર કરાયા છે. ટેન્ડરિંગ થઇ ગયું છે, ક્યાં ગામોમાં લાગશે તે માહિતી ડીડીઓ પાસે હાથવગી ન હતી!

સંકલન બેઠકમાં સીસીટીવીની કામગીરીનો એવો વિવાદિત મુદ્દો ઉઠ્યો હતો કે, એક કેમેરો રૂ.50 હજારનો થોડો હોય? જે બાબતે મોભીઓએ એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, માત્ર કેમેરા સામે જુઓમાં, તે કેમેરામાં ઉપયોગમાં લેવાયેલો કેબલ જુઓ, મેન્ટેનન્સ સહિતની કામગીરીનો ખર્ચ છે તે જુઓ ! ખેર, જે હોય તે, પરંતુ ગામડે ગામડે આ સીસીટીવીનો પ્રોજેક્ટ ક્યારથી અમલી બને છે તેની સામે ગ્રામજનોની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...