ગંદકી બંધી:ગંદકી કરનારની દુકાન, રેસ્ટોરન્ટ સીલ કરાશે, શહેરમાં રોડને નડતરરૂપ દબાણ દૂર કરવા વધુ 41 ચાના થડાને હટાવ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરાણી ચોકમાં કનૈયા સમોસા સેન્ટરમાં અનહદ ગંદકી જોતા કમિશનર સિંઘે સીલનો હુકમ કર્યો

રાજકોટ મહાનગરપાલિકાએ રોડ અને ફૂટપાથ પરના દબાણ દૂર કરવા માટે ચાના થડા અને ટેબલ પર તવાઇ બોલાવવાની ચાલુ કરી છે તેવામાં એક ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટને ગંદકી બદલ સીલ કરવામાં આવી છે. મનપાની સોલિડ વેસ્ટ શાખાએ વિરાણી ચોકમાં તપાસ કરતા ત્યાં આવેલી કનૈયા સમોસા અને દિલ્હી ચાટ નામની રેસ્ટોરન્ટ પાસે રોડ પાસે ટેબલ હતા અને ત્યાં ગંદકીનું પ્રમાણ દેખાતા તપાસ કરી હતી.

રેસ્ટોરન્ટમાં વધેલી રસોઇ અને એંઠવાડ ગટરના મેન હોલમાં નાખતા જેથી ડ્રેનેજ લાઈન પણ ચોકઅપ થઈ હતી આટલી બેદરકારી સામે આવતા દાખલારૂપ કામગીરી બતાવવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર એ. આર. સિંઘે રેસ્ટોરન્ટને સીલ મારવા સ્થળ પર જ હુકમ કર્યો હતો. અત્યાર સુધી ખાણીપીણીના ધંધાર્થીઓ પર તવાઈ કરવાની કામગીરી માત્ર ફૂડ શાખા કરતી હતી જોકે સીલ મારવાને બદલે ગંદકી બદલ નોટિસ અપાતી હતી પણ હવે મનપાએ સીલ મારવાનો નિર્ણય લીધો છે.

આ અંગે નાયબ કમિશનર સિંઘે જણાવ્યું હતું કે, હવે કોઇ પણ દુકાન કે રેસ્ટોરન્ટ પાસે વધુ પ્રમાણમાં ગંદકી રહે અથવા તો સ્વચ્છતાને લગતા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તુરંત જ સીલ મારવાનીકાર્યવાહી કરાશે. આ સીલ લાગ્યા બાદ માલિકને નોટિસ અપાય છે અને બાદમાં સુનાવણી રખાશે.

દંડ ભર્યા બાદ તેમજ ફરી ગંદકી ન થાય તેની બાંહેધરી આપ્યા બાદ જ સીલ ખોલવામાં આવશે અને પછી નિયમિત પણે એ દુકાનો અને રેસ્ટોરન્ટનું ચેકિંગ કરાશે જો ફરી ત્યાં ગંદકી દેખાઈ તો ફરી સીલ લાગશે. રેસ્ટોરન્ટને સીલ મારવા ઉપરાંત નિર્મલા રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, મવડી રોડ, શાસ્ત્રી મેદાન સામે, બસ સ્ટેશન સામે, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ વિરાણી ચોક સહિતના વિસ્તારોમાંથી રોડમાં નડતરરૂપ એવા 41 ચાના થડા અને ટેબલ દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...