તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને હરાવવાનો છે:દુબઇના આર્ટ ડિરેક્ટર અને જામનગર રહેતા સચિન માંકડે ‘વોન્ટ લેટ યુ ગો આઉટ’ શોર્ટ ફિલ્મ બનાવી, હોમ આઇસોલેટ દર્દીની માનસિક વ્યથાનું સચોટ વર્ણન

રાજકોટ13 દિવસ પહેલા
હોમ આઇસોલેશન હેઠળ રહેતા દર્દીઓ માટે સચિન માંકડે ખાસ શોર્ટ ફિલ્મ બનાવી.
  • સચિન માંકડે આ ફિલ્મ ‘વોન્ટ લેટ યુ ગો આઉટ’ નામથી સોશિયલ મીડિયામાં એપલોડ કરી છે
  • ફિલ્મમાં આપણે હારવાનો તો સવાલ જ નથી પણ આપણે કોવિડને હરાવવાનો છે બતાવવામાં આવ્યું

દુબઇમાં છેલ્લા 16 વર્ષથી રહેતા અને ત્યાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા જામનગરના સચિન માંકડે વધુ એક શોર્ટ ફિલ્મ બનાવી છે. સચિન માકડે કોરોનામાં શાંત અને સર્જનાત્મક રહેવા માટે આત્મવિશ્વાસની જરૂર છે તેના આધારિત એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આ શોર્ટ ફિલ્મનું સ્લોગન તેઓએ ‘વોન્ટ લેટ યુ ગો આઉટ’ રાખ્યું છે. જેમાં કોવિડ દર્દીઓની માનસિક વ્યથાનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. તેઓ પણ ખુદ હાલ કોવિડમાંથી પસાર થઇ રહ્યાં છે. શોર્ટ ફિલ્મમાં કોવિડના દર્દીઓને હિમ્મત અને જુસ્સો પૂરે તેવું દ્રશ્યમાન થાય છે. શોર્ટફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, આપણે હારવાનો તો સવાલ જ નથી પણ આપણે કોવિડને હરાવવાનો છે. સચિન માંકડે આ ફિલ્મ ‘વોન્ટ લેટ યુ ગો આઉટ’ (તને અહિંયાથી બહાર નહિ જવા દઉં) નામથી સોશિયલ મીડિયામાં એપલોડ કરી છે.

સચિન માંકડ પણ હાલ કોરોનાગ્રસ્ત અને હોમ આઇસોલેશન હેઠળ
કોવિડની ચપેટમાં ધ ફાઇનલ પુશ, ધ ગોલ્ડન એજર અને વુ ઇઝ મેડ ઇન ધ સિટી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર સચિન માંકડ પણ આવી ગયા છે. હાલ તેઓ હોમ આઇસોલેશન હેઠળ છે. તેમણે આ કપરા સમયમાં પણ માથે હાથ મૂકીને બેસવા કરતા સમયનો અને ક્રિએટિવિટીનો સદ ઉપયોગ કરી, લાખો કોવિડ દર્દીઓ જે હોમ આઇસોલેશનમાં રહી કેવા માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યાં હોય છે, એક તરફ ખુદની તબિયતની ભાળ રાખી સાથે સાથે ક્યાંક પોતે અજાણતા જ પોતાના કોઇને વાયરસની ભેટ તો નહીં ધરી હોય ને? એની પણ ચિંતા સતાવે છે. આ તમામ વસ્તુનું વર્ણન ખૂબ જ સાવચેતીપૂર્વક આ શોર્ટ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સંપૂર્ણ વન મેન આર્મી બની રહી કે જેમાં સ્ટોરીથી લઇને એક્ટિંગ, કેમેરા વર્ક અને એડિટીંગ સુધીના બધા પાસાઓ પર તેમણે ખુદે કામ કર્યું છે.

શોર્ટ ફિલ્મમાં હોમ આઇસોલેશન હેઠળ રહેતા દર્દીઓની માનસિક વ્યથાનું વર્ણ કરાયું છે.
શોર્ટ ફિલ્મમાં હોમ આઇસોલેશન હેઠળ રહેતા દર્દીઓની માનસિક વ્યથાનું વર્ણ કરાયું છે.

તમને જે કામ કરવામાં આનંદ આવે તે કરો
સચિન માંકડે જણાવ્યું છે કે, આ એક સરળ રસ્તો છે, કોઇ પણ હોમ આઇસોલેશનવાળા કોવિડ દર્દીઓ માટે આ મુસીબતમાંથી બહાર આવવાનો. તમને જે કામ કરવામાં આનંદ આવે તે કરો તો ખબર પણ નહીં પડે અને તમે મજબૂત રીતે આમાંથી બહાર આવી જાશો. તમારી આજુબાજુનું વાતાવરણ-પોષણ ગમે તેટલું સારૂ હોય, તમારી ફિઝીકલ ઇમ્યુનિટી ગમે તેટલી મજબૂત હોય પરંતુ જો તમારૂ મન ચિંતાગ્રસ્ત હોય, ભયમાં હોય કે તણાવમાં હોય તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થયા વગર રહેતી નથી. તમારૂ પોષણ, ઇમ્યુનિટી બુસ્ટર્સ અને ફિઝીકલ ઇમ્યુનિટી બધુ કોરાણ રહી જાય છે.

જીવન એક ભ્રમણાથી વિશેષ કંઇ ન હોય શકે
સચિન માંકડે વધુમાં જણાવ્યું છે કે, ચિંતા, ભય, તણાવ, અલામતી વગેરે રોજિંદા જીવનનો ભાગ છે અને તેના વગરનું જીવન એક ભ્રમણાથી વિશેષ કંઇ ન હોય શકે. તેની તમારા સ્વાસ્થ્ય પર થતી અસરો અટકાવવા તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી સિવાય બીજું કશું કામ નથી લાગતું. સરવાળે સતત દુઃખમાં રહે અથવા ફરિયાદ કરતા રહે અને આ સંજોગોમાં તેની ઇમ્યુનિટી પર નકારાત્મક અસર પડતી હોય છે. જેને કારણે તેમના આરોગ્ય સામે ખતરો મંડરાતો હોય છે. મુશ્કેલીઓ જીવનમાં બદલાવ લાવતી હોય છે. હાલમાં આ બદલાવને આપણે ન્યુ-નોર્મલ એવું રૂપકડું નામ આપ્યું છે. જેટલી સહજતાથી કોઇ બદલાવને સ્વીકારીને તમે નવું અનુકૂલન સાધી લો છો તેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત થતી જાય છે.

ગુસ્સાને કંટ્રોલ કરવાની પણ ટ્રીક બતાવવામાં આવી છે.
ગુસ્સાને કંટ્રોલ કરવાની પણ ટ્રીક બતાવવામાં આવી છે.

અગાઉ જામનગરના સ્મશાનમાં કામ કરતા લોકોની વાચા આપતી ફિલ્મ બનાવી હતી
જામનગરનું સ્મશાન જોવાલાયક સ્થળ બની ગયું છે. પરંતુ સ્મશાનમાં પેઢી દર પેઢી કામ કરતા લોકોને વાચા આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ સચિન માકડે બનાવી છે. સચિન માકડ દુબઈમાં ઇવેન્ટ કંપનીમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. કોરોનાકાળમાં સચિન માકડ પરિવાર સાથે જામનગર આવી ગયા છે. તેમના પિતા જગદીશભાઈએ પણ સ્મશાનમાં સેવા આપી હતી. આથી પિતાની કામગીરીને જોઇ સચિન માકડને સ્મશાનમાં કામ કરતા લોકોને વાચા આપવા માટે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો