તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો પ્રચાર:રાજકોટમાં ભાજપના કાર્યકર્તા કાર્ટૂન બની બેન્ડવાજાં સાથે ચૂંટણીપ્રચારમાં નીકળ્યા, કીર્તિદાન ગઢવી મિત્રના પ્રચારમાં જોડાયા, કહ્યું- પ્રેમના તાંતણે આવ્યો છું

રાજકોટ15 દિવસ પહેલા
રાજકોટના કાર્યકરોએ કાર્ટૂન વેશ ધારણ કરી પ્રચાર કર્યો
  • કીર્તિદાને ભારત માતા કી જયના જય નાદ સાથે કાર્યકર્તાનો ઉત્સાહ વધાર્યો
  • વોર્ડ નં.7ના ઉમેદવારો કાર્યકર્તાઓને કાર્ટૂનનો વેશ ધારણ કરાવી પ્રચારમાં નીકળ્યા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે; ત્યારે ઉમેદવારો પુરજોશમાં તાકાત લગાડી શેરીઓ-ગલીઓમાં મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં ઠેર ઠેર ઉમેદવારો દ્વારા કાર્યાલય ખોલવામાં આવી રહ્યાં છે તો ક્યાંક સ્ટેજ કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર વોર્ડ નં. 2ના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પણ જોડાયા હતા. તેમણએ જણાવ્યું હતું કે પ્રેમના તાંતણે બંધાઇને મિત્ર જયમીન ઠાકરના પ્રચારમાં આવ્યો છું. બીજી તરફ, શહેરના વોર્ડ નં.7માં ભાજપના કાર્યકરો કાર્ટૂન બની અનોખો પ્રચાર કરવા નીકળ્યા છે.

કીર્તિદાને ભારત માતા કી જય બોલતાં કાર્યકરો ઉત્સાહમાં આવ્યા
કીર્તિદાને ભાજપના પ્રચારમાં સ્ટેજ પર ઊભા થઈ પ્રથમ ભારત માતા કી જય બોલાવી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધાર્યો હતો અને સાથે રમૂજ મૂડમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે આમ તો હું આ ઊભા સ્ટેજનો કલાકાર નથી, પરંતુ પ્રેમના તાંતણે બંધાય મિત્ર જયમીન ઠાકર માટે આવ્યો છું. કીર્તિદાન ગઢવીએ મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં બેઠા બેઠા આપણા મુખ્યમંત્રી રાજી થાય એવું કરજો.

કીર્તિદાન ગઢવી પણ પ્રચારમાં જોડાયા
કીર્તિદાન ગઢવી પણ પ્રચારમાં જોડાયા

વોર્ડ નં. 7ના ભાજપના ઉમેદવારનો શાયરી બોલી મતદારોને રીઝવવા પ્રયાસ
રાજકોટ વોર્ડ નં. 7ના ઉમેદવારો પોતાના વિસ્તારમાં અલગ અલગ સભા કરી સોસાયટીમાં પ્રચાર કરી રહ્યા છે, જેમાં સવારથી સાંજના સમયમાં પદયાત્રા અને રાત્રિના સમયે સભા સંબોધન કરી રહ્યા છે. ગઇકાલે વોર્ડ નં. 7ના ઉમેદવારોએ સભા સંબોધન કરી હતી. દરમિયાન ઉમેદવાર ડો. નેહલ શુક્લ કંઇક અલગ મૂડમાં જોવા મળ્યા હતા. નેહલ શુક્લએ શાયરી બોલી અલગ અંદાજમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ શાયરીમાં બોલ્યા હતા કે ‘મેરી આરઝૂ નહીં કી કોઇ અમીર મેરા દોસ્ત બને લેકિન મેરી આરઝૂ જરૂર હૈ કી મેરા હર દોસ્ત અમીર બને’

ભાજપનો રાજકોટમાં અનોખો પ્રચાર.
ભાજપનો રાજકોટમાં અનોખો પ્રચાર.

ભાજપના કાર્યકર્તાઓએ કાર્ટૂનનો વેશ ધારણ કરી પ્રચાર કર્યો
રાજકોટના વોર્ડ નં. 7માં ભાજપના ઉમેદવારો પદયાત્રા કરી રહ્યા છે. આ સમયે ઉમેદવારો પોતાની સાથે તેમના સમર્થકોને સાથે લઇને ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે અને બીજી તરફ, આ ઉમેદવારો તેમની સાથે કાર્ટૂનના વેશમાં અનોખો પ્રચાર-પ્રસાર પણ કરી રહ્યા છે. વોર્ડ નં. 7માં કિસાનપરા વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોએ તેમના કાર્યકર્તાને વેશ પલટો કરાવી કાર્ટૂનનો વેશ ધારણ કરાવ્યો હતો. આ વેશ સાથે તેઓ મનોરંજન કરતાં કરતાં ઉમેદવારોના પ્રચારમાં સાથે જોડાયા હતા.

વોર્ડ નં.7ના ઉમેદવાર નેહલ શુક્લએ શાયરી બોલી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો.
વોર્ડ નં.7ના ઉમેદવાર નેહલ શુક્લએ શાયરી બોલી મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો.

ઉમેદવારોએ પ્રચારના અવનવા નુસખા અપનાવ્યા
આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મનપાની ચૂંટણીનું મતદાન થવાનું છે અને 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી થવાની છે. ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે અને પ્રચારના 6 દિવસ બાકી છે, માટે મતદારોને રીઝવવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો