જેલ હવાલે:ચોકલેટ ડે પર ફ્રેન્ડશિપ માટે ધમકી દેનાર વેલેન્ટાઇન ડે પર પાસામાં

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજરંગવાડીના ધરાર પ્રેમીએ ચોકલેટ ડે પર મહિલા ગાર્ડને ફ્રેન્ડશિપ કરવા ધમકી દીધી’તી

વેલેન્ટાઇન ડેના દિવસે જ પોલીસે ધરાર પ્રેમીને ઝડપી લઇ પાસા હેઠળ જેલહવાલે કરી દીધો છે. રાજીવનગરમાં રહેતી કુલસમ દલવાણી નામની મહિલા સિક્યુરિટી ગાર્ડને ચોકલેટ ડેના દિવસે તેની જ સહેલીનો ભાણેજ રવિ બિજલ લાલવાણીએ તારે આજે મારી ફ્રેન્ડશિપ સ્વીકારવી જ પડશે કહી તું મારી સાથે ફ્રેન્ડશિપ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. જેથી મહિલાએ રવિની વાતનો ઇનકાર કરી હેરાન ન કરવા જણાવ્યું હતું. જેથી રવિ લાલવાણી વધુ ઉશ્કેરાય જઇ સરાજાહેર મહિલા સાથે શારીરિક છેડછાડ કરી હતી.

આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી બજરંગવાડી, પૂનમ કોમ્પ્લેક્સમાં રહેતા રવિ લાલવાણીને ઝડપી લઇ ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના પર મંજૂરીની મહોર લાગતા પોલીસે વેલેન્ટાઇન ડેના જ દિવસે રવિ લાલવાણીને પાસા હેઠળ અમદાવાદ જેલહવાલે કરી દેવાયો છે.

અન્ય એક બનાવમાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા ઢાંઢણી ગામના ભૂપત ભીખા કડવાણીને જિલ્લા પોલીસે પકડી પાડી ફરી જેલહવાલે કર્યો છે. પકડાયેલા શખ્સ સામે હત્યાનો કેસ ચાલી જતા અદાલતે સજા ફટકારી રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરાયો હતો. જ્યાં કેદી ભૂપતે પેરોલ મેળવ્યા હતા. પેરોલ પૂરા થવા છતાં તે પરત જેલમાં ન ફરી નાસતો ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...