તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વમાં 14મી નવેમ્બરે ‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો ઉદ્દેશ વિશ્વમાં ડાયાબિટીસના કારણે આરોગ્ય અને સ્વાસ્થ્યની વધતી ચિંતા અને જોખમી પરિબળો છે. યોગ નિષ્ણાત અલ્પાબેન શેઠ જણાવે છે કે અત્યારે દર 10 વ્યક્તિમાંથી એકને ડાયાબિટીસ હોય છે. 2019માં 4.2 મિલિયન લોકોના મૃત્યુ ફક્ત ડાયાબિટીસને કારણે થયા હતા. વિશ્વમાં સ્વાસ્થ્ય પાછળ જે ખર્ચ થાય છે તેનો 10 ટકા હિસ્સો ફક્ત ડાયાબિટીસ માટે જ થાય છે. એટલે 2019ના આકડા મુજબ ઓછામાં ઓછો 760 બિલિયન ડોલર એટલે કે 56,730.43 કરોડ રૂપિયા ડાયાબિટીસના ઉપચાર, નિદાન અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચાય છે. યોગાસનનો નિયમિત અભ્યાસ આ રોગને જડમૂળમાંથી નાબૂદ કરી શકે છે.
મંડૂકાસન, વક્રાસન, ભુજંગાસન, સલભાસન, ધનુરાસન, હલાસન, પશ્ચિમોતાનાસનનો નિયમિત અભ્યાસ 10 સેકન્ડથી લઈને બે મિનિટ સુધી દરેક આસન કરવામાં આવે તો ડાયાબિટીસ ચોક્કસ નિયંત્રણમાં આવી શકે છે. આ બધા આસનો અને પ્રાણાયામ કોઈ યોગ નિષ્ણાત પાસેથી શીખીને કે જાતે કરવાથી ચોક્કસ ફાયદો મળે છે. આ ઉપરાંત સાદો ખોરાક લેવો, ખોરાકમાં નિયમિતતા જાળવવી તેમજ તળેલા પદાર્થો, મીઠાઈ, આઈસ્ક્રીમ, ઠંડાપીણા, બેકરી આઈટમ વગેરે ન લેવા જોઈએ. આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો, વધારે પડતું વજન હોય તો ઓછું કરવું. આમ જો થોડું ધ્યાન આપવામાં આવે તો આ બીમારીને ચોક્કસ કાબૂમાં લાવી શકાય છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.