કામગીરી:રાજકોટમાં મનપામાં ભળેલા નવા ગામોમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા રૂા.25.90 કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન બનાવવામાં આવશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઘંટેશ્વર, એસઆરપી કેમ્પ, મુંજકા આવાસ યોજના, મોટા મવા સહિતના વિસ્તારના લોકોને આધુનિક નેટવર્કથી ઘર સુધી પાણી મળશે : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

મ્યુનિ. કોર્પોરેશનની છેલ્લી ચૂંટણી પહેલા રાજકોટ મહાપાલિકામાં ભળેલા નવા ગામોમાં પાણીનું આધુનિક અને મજબુત ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક ઉભુ કરવા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા ભળેલા ઘંટેશ્ર્વર, માધાપર તથા મનહરપુરમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા ડીઆઇ પાઇપલાઇનના કામ માટે રૂા.25.90 કરોડનો ડીપીઆર બનાવીને ટેન્ડર પ્રક્રિયામાં મોકલવામાં આવ્યાનું આજે સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.

આ વિસ્તારમાં પાઇપલાઇનના કામો શરૂ
મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનમાં નવા ભળેલા વિસ્તારો ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુરમાં આગામી દિવસોમાં પીવાના પાણીની નવી ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવશે, તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ કરી છે. ટેન્ડર અને રી-ટેન્ડર સહિતની પ્રક્રિયા, સ્ટે.કમીટીમાં મંજૂરીની કાર્યવાહી ત્રણેક મહિનામાં પૂરી થયે આ વિસ્તારમાં પાઇપલાઇનના કામો શરૂ થઇ જશે અને 2023માં લોકોને કોઇ વિક્ષેપ વગર પીવાનું પાણી મળતું થઇ જશે તેમ પણ પદાધિકારીએ કહ્યું હતું.

400 એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન નાંખવાનું કામ શરૂ
પદાધિકારીઓએ જણાવ્યું છે વેસ્ટ ઝોનમાં નવા ભળેલા વિસ્તાર ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુરમાં, વોર્ડ નં.1માં ઘંટેશ્વર-નાગેશ્વર વિસ્તાશરમાં ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્ક કરવાનું કામ, ઘંટેશ્વર ગમતળ તથા લગત જામનગર રોડ પરના વિકસિત વિસ્તાવરોમાં 100, 150, 200, 250, 300 એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન નેટવર્ક કરવાનું કામ, ઘંટેશ્વર વિસ્તારમાં હયાત નેટવર્કમાં સુધારા વધારા તથા નિભાવ મરામતનું કામ, ઘંટેશ્વર-વર્ધમાનનગર વિસ્તામરમાં પાઇપ લાઇન નેટવર્ક સુધારા-વધારા કરવાનું કામ, રૈયાધાર ઇ.એસ.આર. મચ્છુરનગર આવાસ ન્યુ ગાર્બેજ સ્ટે શનથી જામનગર હાઇવે રોડ સાઇડથી ઘંટેશ્વર એફ.સી.આઇ. ગોડાઉન રોડ, ઇ.એસ.આર. સુધી 400 એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન નાંખવાનું કામ શરૂ કરાશે.

પ્રશીલ પાર્કમાં 300 મી.મી. થી 100 મી.મી. ડાયાની ડી.આઇ. પાઇપલાઇન
એસ.આર.પી. કેમ્પુ ગ્રુપ-13 કેમ્પાસમાં 100, 150 અને 200 એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન નેટવર્ક "જનભાગીદારી યોજના” હેઠળ તૈયાર કરવાનું કામ વોર્ડ નં.9માં મુંજકામાં આવેલ ટીટોડીયાપરા તથા આવાસ યોજના માટે 100 થી 300 એમ.એમ. ડાયાની ડી.આઈ. પાઈપલાઈન નાંખવાનું કામ, મુંજકા વિસ્તાવરમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ, સંજય વાટીકા તથા પ્રશીલ પાર્કમાં 300 મી.મી. થી 100 મી.મી. ડાયાની ડી.આઇ. પાઇપલાઇન નાંખવાનું કામ તથા વોર્ડ નં.11માં મોટામવા નવાં ભળેલા વિસ્તાટરમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ(ફેઇઝ-1). મોટામવા નવા ભળેલા વિસ્તાંરમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ(ફેઇઝ-2) એમ આશરે કુલ રૂ.25.90 કરોડના વિકાસકામોના ડી.પી.આર તૈયાર થયા બાદ હાલમાં ટેન્ડર પ્રક્રિયામાં છે.

પાણીની સુવિધા મળી રહેશે
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થાયી સમિતિની મંજુરી મળ્યેથી, નવા ભળેલા વિસ્તારો ઘંટેશ્વર, માધાપર તથા મનહરપુરમાં ડી.આઈ. પાઈપલાઈન નાખવામાં આવશે તેમજ આગામી દિવસોમાં નવા ભળેલ વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહેશે તેમ તેઓએ જણાવેલ છે.