રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ:હદયની ખામી ધરાવતા ધોરાજીના જિયાન, ગોંડલની ખુશાલી અને ઉપલેટાના વંશને મળ્યું નવજીવન

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિયાન અને ખુશાલીની ફાઈલ તસવીર - Divya Bhaskar
જિયાન અને ખુશાલીની ફાઈલ તસવીર
  • રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકોનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

રાજકોટ જિલ્લામાં હદયની ખામી ધરાવતાધોરાજીના જિયાન, ગોંડલની ખુશાલી અને ઉપલેટાના વંશ નું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું.

શું છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવામાં આવતી અને રાજ્ય સરકાર દ્વારા અમલીકરણમાં આવતી એક નવીનતમ અને મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના અંતર્ગત જન્મથી 18 વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોને ૪ આધારો પર તારવીને તેને પૂર્ણ સારવાર આપવામાં આવે છે. જન્મ સમયથીબાળકોમાં જોવા મળેલ ખોડખાંપણ, રોગો, અપૂર્ણતાઓ અને શારીરિક વિકાસમાં વિલંબ, આ ચાર લક્ષણોના આધારે બાળકોને ઓળખી તેમને મફત ઈલાજ અને મફત સર્જરી તેમજ સમગ્ર ટ્રીટમેન્ટ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

ડાઉન્સ સિન્ડ્રોમના પણ ચિહ્નો જોવા મળ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ખાતે રહેતા એક વર્ષના બાળક જિયાન કમલેશ છૈયા જન્મથી હદયની ખામી ધરાવે છે. ત્યારે આર.બી.એસ.કે. ટીમના ડો. ગૌતમ મકવાણા તથા ડો. હિરલ ઠુમ્મર વાડોદર ખાતે આંગણવાડી 103ની વિઝીટ લેવા જતા, ડીલીવરી થયેલ બાળકનુ સ્ક્રીનીંગ કરતા બાળકને હ્રદયની બિમારી હોય એવુ જણાયું હતું. સાથે ડાઉન્સ સિન્ડ્રોમના પણ ચિહ્નો જોવા મળેલ હતા. આથી, ટીમે બાળકના વાલીને આર.બી.એસ.કે. અંતર્ગતની સેવા વિશે સમજાવેલ હતા. 19/01/2022ના રોજ નારાયણ હોસ્પિટલ, અમદાવાદ ખાતે PMJAY અંતર્ગત બાળકનુ સફળતાપુર્વક ઓપરેશન થયેલ હતું.

જન્મથી હદયને લગતી ખામી
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા નરસિંહ સાગરની પુત્રી ખુશાલી જન્મથી હદયને લગતી ખામીથી પીડિત હતી. ત્યારે આર.બી.એસ.કે. ટીમ દ્વારા પીડિત બાળકીના ઘરની મુલાકાત દરમિયાન બાળકના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલ, રાજકોટ ખાતે વધુ તપાસ બાદ બાળકને CHDનું નિદાન થયું હતું. જેમાં ધમનીમાં ખામી હોય છે. ટીમે બાળકના વાલીઓને આ રોગ અને તે સાથે સંકળાયેલ જોખમો વિશે કાઉન્સેલીંગ કરીને તેમને સારવાર કરનારા અન્ય દર્દીનો સંપર્ક પણ કરાવી આપ્યો હતો. જેથી 03/02/2022ના રોજ CHD માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું.

જન્મજાત કરોડરજ્જુમાં ખામી જોવા મળી
ઉપલેટા તાલુકાના નીલાખા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઢાંકના આંગણવાડી કેન્દ્રના વંશ પ્રકાશભાઈ નામના બાળકની આર.બી.એસ.કે. ટીમ દ્વારા તા. 05/04/2022ના રોજ તપાસ કરતા NTD અર્થાત જન્મજાત કરોડરજ્જુમાં ખામી જોવા મળેલ હતી. બાદમા ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે રીફર કરેલ અને તા. 09/04/2022ના રોજ તેનુ ઓપરેશન કરવામા આવ્યું હતું.