વાઇરલ વીડિયો:ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો, કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઊડ્યા

ધોરાજીએક મહિનો પહેલા
  • સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજકોટના જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ડાયરામાં પૈસા ઉડાવતો વીડિયો વાઇરલ થયો છે, જેમાં ધોરાજી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે લોક ડાયરાના આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં લલિત વસોયા દ્વારા કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં જાણીતા કલાકારો અને રાજનેતાઓની હાજરીમાં નિયમોના ધજાગરા ઊડતા ડાયરાના આયોજન સામે સવાલો ઊઠ્યા છે.

મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે રાત્રિના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય લલિત વસોયા, સંતો-મહંતો સહિત મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે યોજાયેલા ડાયરામાં લલિત વસોયા દ્વારા કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતાં હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

એક મહિના પહેલાં પણ વીડિયો વાઇરલ
ઉલ્લેખનીય છે કે આજથી એક મહિનો પહેલાં પણ વડિયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામે યોજાયેલા ડાયરામાં લલિત વસોયા અને સંતો-મહંતો દ્વારા કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.