ફરજનિષ્ઠ:ધોરાજીના સર્કલ ઓફિસર ગઇકાલે પડી જતા હાથમાં ગંભીર ઇજા, આરામ કરવાને બદલે હાથે પાટો બાંધી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ પર હાજર રહ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોરાજીના સર્કલ ઓફિસર હાથમાં પાટો બાંધેલી હાલતમાં ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યા. - Divya Bhaskar
ધોરાજીના સર્કલ ઓફિસર હાથમાં પાટો બાંધેલી હાલતમાં ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યા.
  • તબીબે આરામ કરવાની સલાહ આપી પણ ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યા

ધોરાજી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ડી.એન. કંડોરીયા ગઇકાલે અકસ્માતે પડી જતા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી ઘરે આરામ કરવાને બદલે આજે ફરજને પ્રાયોરિટી આપીને લોકશાહીની ફરજ નિભાવી છે.

તબીબે આરામ કરવાની સલાહ આપી હતી
ધોરાજી તાલુકા મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડી.એન. કંડોરીયાને ધોરાજી તાલુકાના ભાડેર, વાડોદર, વેલારીયા, નાની મારડ ગામની ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી તરીકે ફરજ સોંપાઈ હતી. પરંતુ ગઇકાલે શનિવારે ચૂંટણી અધિકારી ડી.એન. કંડોરીયા ઘરે આરામ કરવાને બદલે મતદાન મથકોની કામગીરીમાં જોડાયા હતા. ત્યારે અકસ્માતે પડી જતા હાથમાં ગંભીર ઈજા થતાં તબીબોએ આરામની સલાહ પણ આપી હતી.

હાથમાં ગંભીર ઇજા હોવા છતાં ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યા.
હાથમાં ગંભીર ઇજા હોવા છતાં ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યા.

ડેપ્યુટી કલેક્ટરે કામગીરીને બિરદાવી
પરંતુ ડી.એન. કડોરીયાએ આરામ કરવાના બદલે પોતાની ચૂટણી અધિકારી તરીકેની ફરજને પ્રાયોરિટી આપીને ચૂંટણી ફરજ બજાવી રહ્યા છે. આ કામગીરીને ધોરાજી નાયબ કલેક્ટર જી.વી. મીયાણી, ધોરાજી મામલતદાર કે.ટી. જોલાપરાએ બિરદાવી હતી. ધોરાજી તાલુકામાં ગ્રામ પંચાયતોની શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઇ રહી છે. એક પણ જગ્યાએથી કોઇ પણ પ્રકારની ફરિયાદ આવી નથી.

(ભરત બગડા, ધોરાજી)

અન્ય સમાચારો પણ છે...