તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:ધોરાજી તા.પં.માં ઝાંઝમેર બેઠકના ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ દેસાઇએ ઝેરી દવા પીધી, ફોર્મ પાછું ખેચ્યું હોવાથી ટેન્શનમાં રહેતા હોવાનો પિતાનો આક્ષેપ

ધોરાજી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપઘાતનો પ્રયાસ કરનાર ધોરાજી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ દેસાઇની ફાઇલ તસવીર. - Divya Bhaskar
આપઘાતનો પ્રયાસ કરનાર ધોરાજી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ દેસાઇની ફાઇલ તસવીર.
  • મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા
  • ગઇકાલે ભાજપમાંથી ઉમેદવારી પરત ખેચી લેતા કોંગ્રેસ આ બેઠક પર બિન હરિફ થઇ

ધોરાજી તાલુકા પંચાયતમાં ઝાંઝમેર બેઠક ઉપર ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેચનાર ઉમેદવાર ડો.ચિરાગ દેસાઇએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ક્યાં કારણોસર ઝેરી દવા લીધી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

ફોર્મ પાછું ખેચી લેતા મારો દિકરો ટેન્શનમાં રહેતો-પિતાનો આક્ષેપ
ડો.ચિરાગ દેસાઇના પિતા રમેશભાઇએ જણાવ્યું હતું કે, મારા પુત્ર ચિરાગે ભાજપમાંથી તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠક પર ફોર્મ ભર્યું હતું. ગઇકાલે તેણે ફોર્મ પાછુ ખેંચી લીધું હતું. ફોર્મ ખેચી લેતા તે ટેન્શનમાં રહેતો હતો. આ અંગે અમને કોઇ વાત કરી નહીં. ટેન્શનમાં ને ટેન્શનમાં તેણે દવા પી લીધી હતી. હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઝેરી દવા પીવા અંગેનું કારણ અકબંધ
ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઝાંઝમેર બેઠકના ભાજપના ઉમેદવાર ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈ ઉમેદવારી ફોર્મ પરત ખેચી લેતા કોંગેસની ઝાંઝમેર બેઠક બિન હરીફ જાહેર થઈ છે. ત્યારે ઝાંઝમેર સીટ પર ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી પાછી ખેંચી લેનાર ઉમેદવાર ડો. ચિરાગ દેસાઇએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે. આ બનાવ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ડો.ચિરાગ દેસાઇના પિતા રમેશભાઇની મીડિયા સાથે વાતચીત.
ડો.ચિરાગ દેસાઇના પિતા રમેશભાઇની મીડિયા સાથે વાતચીત.

મોનોકોટો નામની ઝેરી દવા પી લીધી
આ બનાવ અગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહીતી મુજબ ધોરાજીના હિરપરા વાડી ખાતે રહેતા ડો.ચિરાગ રમેશભાઈ દેસાઈ નામના વ્યક્તિએ મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ થતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. હાલ ડો. ચિરાગ દેસાઇ ભાનમાં ન હોવાથી તેમના ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવનાર છે.

ડો.ચિરાગ દેસાઇ બેભાન હાલતમાં
ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ પરત ખેચી લીધાના બીજા દિવસે ઝેરી દવા પી લીધાનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે સત્ય હકીકત ડો.ચિરાગ દેસાઈ ભાનમાં આવે ત્યારે જ જાણી શકાશે.

(અહેવાલ-તસવીરઃ ભરત બગડા, ધોરાજી)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો