ભેદ ઉકેલાયો:ધોરાજી પોલીસે આંખમાં મરચાંની ભૂકી છાંટી લૂંટ ચલાવતી ગેંગની CCTVના આધારે ધરપકડ કરી, રૂ.75,440નો મુદામાલ કબ્જે કર્યો

ધોરાજી9 દિવસ પહેલા
  • લૂંટારુઓએ સોની વેપારીને ઝાંઝમેરથી સુપેડી ગામની વચ્ચે આંતરી દાગીનાનો થેલો તેમજ રૂપિયાની લૂંટ ચલાવી હતી

ધોરાજીના સુપેડી ગામ નજીક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંખમાં મરચાંની ભૂંકી છાંટી લૂંટ ચલાવતી ગેંગની ધોરાજી પોલીસે ધરપકડ કરી છે. જેમાં CCTVના આધારે પોલીસે લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપીની ધરપકડ કરીને રૂ.75,440 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

12 જાન્યુઆરીના રોજ લૂંટ થઈ હતી
રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 12 જાન્યુઆરી,2022ના રોજ ઝાંઝમેર ગામમાં સોનાની દુકાન ધરાવતા સોની વેપારી ઝાંઝમેરથી પોતાના ઘેર ઉપલેટા જતા હતા. દરમિયાન ઝાંઝમેર તેમજ સુપેડી ગામની વચ્ચે બે ઈસમોએ આંતરી વેપારીને મારમારી તેની પાસે રહેલ દાગીનાનો થેલો તેમજ રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ધોરાજી પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડી પાડવા રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી હતી.

CCTV કેમેરામાં દેખાતા બે ઈસમો ઝાંઝમેર ગામે મજૂરી કરતા હતા
પોલીસે સૌપ્રથમ CCTV કેમેરા તપાસી તેમજ લોકલ બાતમીદારોને આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં CCTV કેમેરામાં દેખાતા બે ઈસમો ઝાંઝમેર ગામે રહી ખેત મજુરી કરતા મુકેશ શામજી પરમાર તથા લાલચદં ઉર્ફે ગુલાજી ભુરીયા હોવાનું સામે આવ્યું હતું જેથી તે બન્નેને પકડી લઇ તેમની આગવી ઢબે પૂછપરછ કરતા લૂંટમા પોતે બન્ને તથા મુકેશના ફઇનો દીકરો દિલીપ ઉર્ફે દીપો ખારૂભાઇ ભુરીયા તથા રાહલુ ઉફે રવિ સુરેશભાઈ ભુરીયા સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યાનું જણાવ્યું હતું.

મરચાંની ભૂકી છાંટી થેલો ઝૂંટવી લીધો
પોલીસના જણાવ્યા મુજબ સોની વેપારી દુકાનેથી નિકળ્યા એ સમયે આરોપી મુકેશ શામજી પરમાર તથા લાલચદં ઉર્ફે ગુલાજી ભુરીયાનએ રેકી કરી હતી બાદમાં મોબાઈલ ફોન મારફત આગળ રોડ ઉપર ઉભેલ દિલીપ ઉર્ફે દીપો ખારૂભાઇ ભુરીયા તથા રાહલુ ઉફે રવિ સુતેશભાઈ ભુરીયાને જાણ કરી હતી. વેપારી પોતાની દુકાન સાંજના 5.30 વાગ્યે બંધ કરી ઝાઝંમેરથી ઉપલેટા જતા હતા.

વોચ ગોઠવી આરોપીઓની મુદામાલ સાથે ધરપકડ કરી
એ સમયે રસ્તામા વેપારીનો પીછો કરી વેપારીને માથાના પાછળના ભાગે હાથથી થપ્પડ મારતા તેનું એક્ટિવા રોડની બાજુમા પુલીયા પાસે નીચે રોડ સાઇડમા ઉતરી જતા મરચાંની ભૂકી છાટી તેની પાસે રહલે થેલો ઝૂંટવી લઇ નાસી ગયેલ અને આજરોજ તે બધા ઝાંઝમેર ગામે વાડીએ મુકેશ શામજી પરમારના ઝૂપડા પાસે ખરાબામા ભેગા થવાના હોવાથી વોચ ગોઠવી આરોપીઓ આવતા તેની મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

રૂપાના નાના મોટા સાકળાની 27 જોડી મળી આવી
હાલ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપાના નાના મોટા સાકળાની 27 જોડી, રૂપાની બચ્ચા કડલી જોડી 35, લેડીઝ બગંડી જોડી 2, તુલસી માળા પારા સહીત, છતર 6, રૂપાની ગાય નંગ 3 અને રૂપાના નજરીયા જોડી 4 તથા રોકડ રૂપીયા 10,300 મળી કુલ રૂપીયા 75,440નો મુદામાલ કબ્જે કરી આરોપીઓએ અન્ય કોઈ લૂંટને અંજામ આપ્યો છે કે કેમ સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.