તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગમખ્વાર અકસ્માત:રાજકોટમાં કાલાવડ રોડ પર ધુમ સ્ટાઇલ બાઇકનો આતંક, ત્રણને અડફેટે લીધા, મહિલાની હાલત ગંભીર

રાજકોટએક મહિનો પહેલા
  • અકસ્માત સર્જનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે ?

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિર પાસે ગત રાત્રીના ધુમ સ્ટાઇલ બાઇક લઇને નિકળેલા યુવાને રીતસરનો આતંક મચાવ્યો હતો. જેણે અતિ ઝડપે બાઇક હંકારતા એક જ પરીવારના ત્રણ સભ્યોને અડફેટે લેતા ત્રણેયને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક મહીલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

ભત્રીજો સંતરામપુરથી રાજકોટ કાકાના ઘરે આવ્યો હતો
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનાર રસીકભાઇ ચીમનભાઇ બાંભણીયા તેમના પત્ની પ્રેમિલાબેન તેમનો ભત્રીજો મિતુલ ઉર્ફે હાર્દિક સોમાભાઇ બાંભણીયાનો સમાવેશ થાય છે. તેમના પરીવારજનો અકસ્માતના સમાચાર સાંભળી હોસ્પીટલે દોડી આવ્યા હતા. પરીવારજનોએ જણાવ્યા મુજબ રસીકભાઇ તેમના પત્ની 2 દીકરા અને 1 દીકરી સાથે કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે રહે છે. અને મેટોડા GIDCમાં એક કારખાનામાં નોકરી કરે છે. તેઓ મુળ અમદાવાદના સંતરામપુરના વતની છે. ભત્રીજો મિતુલ થોડા દિવસ પહેલા જ સંતરામપુરથી રાજકોટ કાકાના ઘરે આવ્યો હતો. સાંજે ત્રણેય GJ-09-CT-5548 નંબરના બાઇક પર શાકભાજી ખરીદવા મોટામવા ગયા હતા.

પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે
રાત્રે 8:30 વાગ્યે શાકભાજી લઇ પરત ફરી રહયા હતા ત્યારે . ઇસ્કોન મંદિર પાસે ન્યારી ડેમના પાટીયા નજીક ધુમ સ્ટાઇલ બાઇક નં GJ-03-HS- 0127 પર પુરપાટ ઝડપે આવી રહેલા ચાલકે રસીકભાઇના બાઇકને જોરદારની ટકકર મારી હતી. બંને બાઇક સવાર રોડ પર ફંગોળાઇ ગયા હતા.અકસ્માત બાદ રાજકોટ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ હોસ્પીટલ ખાતે ઇજાગ્રસ્તોના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

અકસ્માત સર્જનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે ?
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પોલીસ કમિશનર દ્વારા એક બેઠક કરવામાં આવી હતી અને ધૂમ સ્ટાઇલ થી બાઇક ચલાવતા સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય કર્યો હતો ત્યારે નિર્ણયના ટૂંકા સમયમાં અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે પોલીસ કડક કાર્યવાહી કરશે ? તે પણ એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો