પડધરીના રામપરમાં આવેલા આશ્રમના સંચાલક પર દશથી પંદર શખ્સે હુમલો કર્યો હતો. જેમાં ઘવાયેલા સંચાલકને રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આશ્રમથી દૂર કરવા હુમલો કરવામાં આવ્યાનો સંચાલકે હોસ્પિટલના બિછાનેથી આક્ષેપ કર્યો હતો.
રામપરમાં કાળભૈરવ ગિરનારી આશ્રમના સંચાલક ગોપાલગીરી સુરેશગીરી ગોસ્વામી (ઉ.વ.34) મંગળવારે સવારે રામપર ગામની સીમમાં હતા ત્યારે કેટલાક શખ્સો ધસી ગયા હતા અને બોલાચાલી કર્યા બાદ ગોપાલગીરી પર ધોકા પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ગોપાલગીરીએ દેકારો કરતા આસપાસના લોકો દોડી જતાં હુમલાખોરો નાસી ગયા હતા. ઘવાયેલા ગોપાલગીરીને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયા હતા.
ગોપાલગીરીએ કહ્યું હતું કે, રામપરમાં કાળભૈરવ ગિરનારી આશ્રમનું 30 વર્ષથી તેના પિતા સુરેશગીરી સંચાલન કરતા હતા અને 6 વર્ષથી આશ્રમનું સંચાલન ગોપાલગીરી કરતા હતા, તેમને આશ્રમના સંચાલનમાંથી કાઢી મૂકવા કેટલાક શખ્સો કેટલાક દિવસથી મથામણ કરી રહ્યા હતા અને અંતે તે બાબતનો ખાર રાખી દશથી પંદર લોકોએ હુમલો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.