વિકાસ:કોઠારિયા, વાવડી અને મવડીમાં થશે વિકાસ કામ, અનામત પ્લોટ ફરતે 2 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ, 6.31 કરોડની આવક, 10.52 કરોડના કામોને મંજૂરી

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કમિશનરના કોન્ફરન્સ હોલ ખાતે બોલાવવામાં આવી હતી. જેમાં અલગ અલગ 31 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જેમાં કોઠારિયામાં આવેલી સૂચિત સોસાયટીમાં ડામર કામ, વાવડી અને મવડીની ટી.પી. સ્કીમના અનામત પ્લોટ ફરતે બે કરોડ રૂપિયાના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવા, વરસાદી પાણીના નિકાલ માટે સમરસ હોસ્ટેલ પાસે પાઇપલાઇન નાખવા, પાર્ટ પાઇપ સફાઇ કામદાર રાખવા, વોંકળાનો ગાર, રબ્બીસ ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.18માં સૂચિત સોસાયટીમાં રૂ.1.25 કરોડના ખર્ચે ડામર કામ કરવા, વોર્ડ નં.9માં સમરસ હોસ્ટેલ રોડથી ગંગોત્રી પાર્ક મેઇન રોડ નાલા સુધી વરસાદી પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવા રૂ.12.74 લાખ, સફાઇ કામદારો મારફતે સફાઇ કરવાનો કોન્ટ્રાક્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં વોંકળાનો ગાર, રબ્બીસ ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવા સહિતની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત રેસકોર્સ સંકુલ ખાતે યોગ સેન્ટરનું ભાડું રૂ.500 રાખવા, ફૂટબોલ મેદાન બે વર્ષ માટે ફૂટબોલ એસોસિએશન અને યંગ ચેલેન્જર્સ સ્પોર્ટ એકેડમીને સંચાલન સોપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

મિલકતના ખાનગીકરણ સામે વિરોધ
સ્ટેન્ડિંગ કમિટીના કોંગ્રેસના સભ્ય ધનશ્યામસિંહ જાડેજાએ બેઠકમાં મહાનગરપાલિકા પાસે પૂરતો સ્ટાફ હોવા છતાં એક પછી એક મિલકતોનું ખાનગીકરણ કરવાની દરખાસ્તનો વિરોધ કર્યો છે. જાડેજાએ જણાવ્યું હતું કે ફૂટબોલ ગ્રાઉન્ડ એકેડમી કોચિંગ માટી બે વર્ષ સુધી  માટે અને ઇન્ડોર સ્ટેડિયમ પરિસર સ્થિત સ્કેટિંગ રિંક એક વર્ષ માટે ભાડે આપી દેવો યોગ્ય નથી. મનપા પાસે કર્મચારીઓ હોવા છતાં ખાનગી સંસ્થાને લાભ આપવા માટે આ પ્રકારની દરખાસ્ત મોકલવામાં આવી છે તેથી વિરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...