તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વિકાસ કમિશનર DDOનો ઠરાવ રદ કરે તેવી શક્યતા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓડિટ કરાવવાનો પરિપત્ર મોકૂફ રાખી શકાય તેવું કહીને પ્રતિષેધ માટે રજૂઆત કરી હતી

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા કક્ષાના બિલ પણ ઓડિટ માટે જિલ્લા કક્ષાએ મોકલવા પડશે તેવો જૂનો પરિપત્ર અમલી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ કરેલા પરિપત્રને મોકૂફ રાખવા ઠરાવ કરાયો હતો. આ ઠરાવ અંગે વિકાસ કમિશનરને ડીડીઓએ પત્ર લખતા સુનાવણી ચાલી રહી છે જેમાં વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યોને ઓડિટ સરકારી આદેશ મુજબ અને અન્ય જિલ્લા પંચાયત કરે છે તેવી જ રીતે કરવું પડશે તેવું સ્પષ્ટ કહ્યાનું જાણવા મળ્યું છે.

સામાન્ય સભામાં ઠરાવને લઈને સભ્યોએ વાંધો ઉઠાવતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ સભાને સૂચન કર્યું હતું કે, આ ઠરાવ રદ ન કરી શકાય પણ હાલ પૂરતો મોકૂફ રાખી શકાય છે. જે બાબત કાર્યવાહી નોંધમાં પણ લેવાઈ હતી અને તે આધારે સામાન્ય સભાએ ઠરાવ કર્યો હતો. બાદમાં જિલ્લા વિકાસ અધિકારીએ જ વિકાસ કમિશનરને પત્ર લખી આ ઠરાવ સરકાર વિરુદ્ધનો હોવાથી પ્રતિષેધ કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો