ડાયરામાં રૂપિયાની ચાદર પથરાઈ:રાજકોટમાં ભાગવત સપ્તાહમાં દેવાયત ખવડ, રાજભા ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવી, લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો

રાજકોટ4 મહિનો પહેલા
લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો.
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
  • સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરું મહત્ત્વ

સૌરાષ્ટ્રની ધરા એટલે સંત, સૂરા અને શૂરવીરની ધરતી છે. સૌરાષ્ટ્રની ધરતી દાતારીની ધરતી પણ કહેવામાં આવે છે. ગૌસેવાની જ્યારે જ્યારે અલખ જાગી છે ત્યારે સૌરાષ્ટ્ર ગૌસેવાના દાનમાં સૌપ્રથમ હોય છે એવું આપણે ઘણીવાર સાંભળીએ છીએ. ગત રાત્રિના રાજકોટના શાપર નજીક વાળધરીમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાતે આઠ વાગ્યે લોકડાયરાનું આયોજન આવ્યું હતું, જેમાં ભાગવત સપ્તાહમાં દેવાયત ખવડ, રાજભા ગઢવીએ લોકગીતોની રમઝટ લોકગીતોની રમઝટ બોલવતાં લોકોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. થોડી જ વારમાં લાખો રૂપિયા એકત્ર થયા હતા.

એકત્ર થયેલા રૂપિયા ગાયો પાછળ વપરાશે
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં રામનવમીના દિવસે પણ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અલ્પા પટેલ અને સાથી કલાકારો દ્વારા સુંદર લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરાની અંદર લોકો મન મૂકીને વરસ્યા હતા. અલ્પા પટેલ પોતાના સ્વરે એવા તે સૂર રેલાવ્યા કે તેમના પર લોકોએ 500ની નોટોનો વરસાદ કર્યો હતો. 500 રૂપિયાની નોટો ઊડતાં જ થોડીવારમાં લાખો રૂપિયા ગૌદાન માટે એકત્રિત થઈ ગયા હતા. આ ડાયરામાં અલ્પા પટેલની સાથે તેમના પતિ ઉદયભાઇ ગજેરા અને મહેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રામનવમીના દિવસે પણ અલ્પા પટેલે લોકગીતોની રમઝટ બોલવતાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
રામનવમીના દિવસે પણ અલ્પા પટેલે લોકગીતોની રમઝટ બોલવતાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્ત્વ
સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરુ મહત્ત્વ છે. હાલ ભાગવત સપ્તાહનું ઠેર ઠેર આયોજન ચાલી રહ્યું છે ત્યારે રાતે લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...