તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાજકોટમાં અતિવૃષ્ટિને કારણે થયેલી નુકસાની અંગે CMને રજૂઆત કરે તે પહેલા કિસાન સંઘના પ્રમુખ સહિત બેની અટકાયત

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતીય કિસાન સંઘના પ્રમુખની પોલીસે અટકાયત કરી હતી - Divya Bhaskar
ભારતીય કિસાન સંઘના પ્રમુખની પોલીસે અટકાયત કરી હતી
  • તાત્કાલિક ધોરણે તંત્રને કામે લગાડીને વ્યવસ્થિત સર્વે કરો : ભારતીય કિસાન સંઘના પ્રમુખ

રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવા માટે ભારતીય કિસાન સંઘના પ્રમુખની પોલીસે અટકાયત કરી હતી. કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત બે આગેવાન કલેક્ટર કચેરીએ રજુઆત કરવા પહોંચે તે પહેલા જ પોલીસે રસ્તામાંથી અટકાયત કરી લીધી હતી. બંનેને પોલીસ સ્ટેશન લઇ જવાયા છે.

ગામડા અને પશુઓને વધુ નુકસાન થયું છે
ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકશાન આ અંગે તત્કાલ સરકાર દ્વારા સહાય લાભ તત્કાલ આપે તેવી માંગણી કરી છે. જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાના હિસાબે ઘણી નુકસાની થઈ છે. ખાસ તો ખેતી, ખેતીનો પાક, ગામડા અને પશુઓને વધુ નુકસાન થયું છે.

તાત્કાલિક ધોરણે તંત્રને કામે લગાડીને વ્યવસ્થિત સર્વે કરો : ભારતીય કિસાન સંઘના પ્રમુખ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે આ નુકસાનનો સર્વે કરીને જે પણ નુકસાન થયેલા ખેડૂતો અને પશુપાલકોને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે. ઓચિંતા વરસાદ આવવાના હિસાબે પશુપાલકોનો ચારો પણ બગડેલ છે. જે ગામની અંદર પાણી ભરાયેલા છે. તે ખેડૂતોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ પણ બગડેલ છે. નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં સતત ખેડૂતોને પાણી ભરાયેલા રહેશે. તેવા ખેડૂતોન પાકનું સદંતર નુકસાન થયેલ છે. તો આના માટે તાત્કાલિક ધોરણે તંત્રને કામે લગાડીને વ્યવસ્થિત સર્વે કરી, નુકસાન થયેલ દરેક ખેડૂતોને મદદ મળે તેવી ભારતીય કિસાન સંઘ અને ગામડાઓના ખેડૂતોની માંગણી છે.

નુકસાનીની વિગત
1. અચાનક વધુ પડતું પાણી આવવા ના લીધે જમીનોનું વધુ પડતું ધોવાણ થયેલ છે.
2. ખેડૂતોના ખેતરના પાળા અને પાકોને સંપૂર્ણ નુકસાન.
3. તૈયાર થયેલ પાકોમાં પાણી આવતા ખેડૂતોને ઘણું બધું નુકસાન.
4. નીચાણવાળા વિસ્તારમાં ખેતરોનું ધોવાણ.
5. ઓચિંતા વરસાદ આવવાના હિસાબે ઘણા બધા બાંધેલા ઢોરનું મૃત્યુ.
6. ગામડાઓની અંદર આવવા-જવાના રસ્તાઓ અને પુલો ને ખુબ જ ખરાબ રીતે નુકસાન
7. ઘણા બધા ચેકડેમો અને તળાવો તૂટી ગયેલ થયેલ છે.
8. વીજ થાંભલાઓ અને પોલ પળવાના હિસાબે ગામડાઓની અંદર વીજ પુરવઠો પણ ઠપ્પ છે.