વિરોધ:પેપર લીક કાંડ મામલે રોડ પર બેસી સૂત્રોચ્ચાર કરતા 18ની અટકાયત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં સરકારમાં વિરોધ દર્શાવતા પ્લે કાર્ડ સાથે  આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ દ્વારા સૂત્રોચ્ચાર કરતા પોલીસે 18 લોકોની અટકાયત કરી. - Divya Bhaskar
રાજકોટમાં સરકારમાં વિરોધ દર્શાવતા પ્લે કાર્ડ સાથે આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ દ્વારા સૂત્રોચ્ચાર કરતા પોલીસે 18 લોકોની અટકાયત કરી.
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ રેલી યોજી વિરોધ કર્યો

તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટવા જેવી ગંભીર બાબતને છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ રેલી યોજી વિરોધ કર્યો હતો. પેપરલીક કાંડ મામલે રોડ રોકી સૂત્રોચ્ચાર કરતા પોલીસે 18 લોકોની અટકાયત કરી હતી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા 12 ડિસેમ્બરના રોજ લેવામાં આવી હતી.

હેડ ક્લાર્કની કુલ 186 જગ્યા માટે રાજ્યના 2,41,400 ઉમેદવારે પરીક્ષા આપી હતી. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, વડોદરા, સુરત એમ છ શહેરમાં કુલ 782 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું હતું, પરંતુ પરીક્ષા પહેલા પેપરલીક થયાનું જણાતા રાજ્યભરમાં ઠેક-ઠેકાણે વિરોધ પ્રદર્શન થયા હતા.

જેમાં શનિવારે સવારે રાજકોટના કેકેવી સર્કલથી ઈન્દિરા સર્કલ સુધી સરકારમાં વિરોધ દર્શાવતા પ્લે કાર્ડ સાથે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ દરમિયાન ઈન્દિરા સર્કલ ખાતે રોડ રોકી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા 18થી 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સી.વાય.એસ.એસ. પ્રમુખ સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, જવાબદારોને સજા મળે અને ભવિષ્યમાં ક્યારેય આવી ઘટના ન બને તેમજ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાએ પદ પરથી રાજીનામું આપવા અંગે પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...