• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Detailed Report Of Preparations Made In The District For The Third Wave Of Corona Will Be Handed Over To The Government: Rajkot Collector

તૈયારી:કોરોનાની ત્રીજી લહેરને લઈ જિલ્લામાં કરેલી તૈયારીઓનો ડિટેઈલ રિપોર્ટ સરકારને સોંપાશે: રાજકોટ કલેક્ટર

રાજકોટ5 મહિનો પહેલા
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
  • પીડિયાટ્રિક એસો.સાથે પણ મિટીંગ કરવામાં આવી
  • લોકોને વેક્સિનેશન કરાવવા અપીલ કરી

રાજકોટમાં હાલ અંશતઃ કોરોનાના કેસ કાબૂમાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સંભવીત ત્રીજી લહેર સામે આગોતરૂ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર લઈને જિલ્લામાં કરેલી તૈયારીઓનો ડિટેઈલ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ કલેક્ટર સાથે રાજ્યના મુખ્ય સચિવે પ્લાનિંગની સમીક્ષા કરી ત્રીજી લહેર પૂર્વે કોરોના રસીકરણ વધારવા ઉપર ભાર મુક્યો હતો.

કામદારોને વેક્સિન મળે તે માટે ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ થઈ ચૂકી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ ખતરો હોવાથી જિલ્લા અને શહેરમાં બાળ રોગ નિષ્ણાત તબીબોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. બેડની વ્યવસ્થા અને ખાનગી અને સરકારી તબીબો માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તો સાથે વેક્સિનેશન અંગે જિલ્લામાં કાર્યરત ઉદ્યોગોમાં કામદારોને વેક્સિન મળે એવી વ્યવસ્થા માટે ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી.

યુવાનોમાં વેક્સિન અંગે જાગૃતિ લાવવા મિટીંગ યોજી
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાસ ત્રીજી લહેર પહેલા જિલ્લામાં તમામ યુવાનોનું રસીકરણ અચૂક થાય તે માટે શહેર નજીક આવેલ ઔદ્યોગિક વિસ્તારોના કામદારોને સમજાવવા માટે ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના હોદ્દેદારો અને નહેરૂ યુવા કેન્દ્ર, વિવેકાનંદ મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી છે. જેમાં ઔદ્યોગિક એકમમાં કામ કરતાં કામદારો અને સાથે યુવાનોમાં વેક્સિન અંગે જાગૃતિ આવે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...