આરોગ્યના દરોડા:રાજકોટમાં કલ્પેશ ટ્રેડર્સમાંથી 60 કિલો વાસી ચણા અને જય સીયારામ ગાંઠિયામાંથી 16 કિલો સડેલા સંભારાનો નાશ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાકાંઠા વિસ્તારમાં ફૂડ શાખાનું 53 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 9ને નોટીસ

રાજકોટમાં આજે મનપાના ફુડ વિભાગ દ્વારા કુવાડવા રોડથી સંતકબીર રોડ તથા આડા પેડક રોડ ઉપર ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાંકલ્પેશ ટ્રેડર્સમાંથી 60 કિલો વાસી દાબેલા ચણા અને જયસીયારામ ગાંઠિયામાંથી 16 કિલો સડેલો સંભારો નળી આવ્યો હતો જયારે શ્રી રામ ચાઇનીઝ & પંજાબી માંથી 13 કિલો વાસી પનીર, મંચુરીયન મળી આવતાં અખાદ્ય ખોરાકનો મનપા વદર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ વેનિલા શિખંડ, ચોકો મેજીક કેન્ડીના નમૂના લઈને અનેક ધંધાર્થીઓને લાઈસન્સ અંગેની નોટિસ ફટકારી છે.

બોમ્બે સ્ટાઇલ ભેળને લાયસન્સ માટે નોટીસ અપાઇ
વન વીક વન રોડ અંતર્ગત સંતકબીર રોડ વિસ્તારમાં વેનીલા શિખંડ (લુઝ)નો નમુનો હરે રામ હરે ક્રિશ્ના ડેરી ફાર્મ, આડો પેડક રોડ, મનહર સોસાયટી ખાતેથી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરી ઓમ એજન્સી,બુટભવાની પાન કોલ્ડ્રીન્કસ, સંતોષ ભેળને લાઇસન્સ બાબતે નોટિસ અપાઇ છે.ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે યાજ્ઞિક રોડ, ટાગોર રોડ તથા સરદારનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરી 18 ધંધાર્થીના 17 નમુના ચેક કરી દ્વારકેશ રબડી અને બોમ્બે સ્ટાઇલ ભેળને લાયસન્સ માટે નોટીસ અપાઇ છે. તંત્ર દ્વારા કોઠારીયા રોડ પર શિવમ પાર્કમાં આવેલ ન્યુ શ્રીજી આઇસ્ક્રીમમાંથી ચોકો મેજીક કેન્ડીનો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલાયો છે.

અખાદ્ય ખોરાકનો નાશ કરી નોટીસ અપાઇ
તંત્રને મળેલી ફરિયાદના અનુસંધાને દીનદયાલ ઇન્ડ. એરીયા શેરી નં.-6, માનસરોવર- આજી ડેમ ચોકડી પાસે આવેલ કલ્પેશ ટ્રેડર્સમાં તપાસ કરી અનહાયજીનીક રીતે સ્ટોર કરેલ વાસી દાબેલા ચણાનો 60 કિલો જથ્થાનો નાશ કરી તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતની નોટિસ આપવામાં આવી છે. નંદનવન મેઈન રોડ, માર્વેલ હોસ્પીટલની બાજુમાં આવેલ શ્રી રામ ચાઇનીઝ પંજાબીમાં તપાસ કરી વાસી મંચુરિયન, વાસી કાપેલા શાકભાજી અને પનીર મળી કુલ 13 કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરી નોટીસ અપાઇ છે.

નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી
કુવાડવા રોડથી સંતકબીર રોડ-આડો પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના 18 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી 6 પેઢીને નોટીસ અપાઇ છે. તથા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા સંતકબીર મેઈન રોડના 15 ધંધાર્થીને ત્યાં ઠંડાપીણાં, દૂધ, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 13 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...