તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્રતને અભડાવતા નફાખોરો:મકાઈના લોટમાંથી બનતી 30 કિલો પેટીસનો નાશ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાનમઢી ચોકમાં મુરલીધર ફરસાણમાંથી રંગેહાથ પકડાયા, મનપા ટીમે વેપારીને ઝાટક્યો

શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં પેટીસનું સૌથી વધુ ચલણ હોય છે પણ કેટલાક ભેળસેળિયાઓ નફો રળવા માટે તેમાં પણ બિનફરાળી લોટ વાપરી લોકોના વ્રતને અભડાવી રહ્યા છે. મનપાની ફૂડ શાખા હનુમાનમઢી ચોક પાસે ચેકિંગમાં નીકળી હતી અને મુરલીધર ફરસાણ નામની દુકાનમાં જતા મકાઈના લોટમાંથી બનતી પેટીસ જોઈ હતી.

સ્ટાફે તુરંત જ દુકાનદારને અટકાવ્યો હતો અને મકાઈનો લોટ વાપરવા અંગે પૂછ્યું હતું તો વેપારીએ ‘તપખીરનો લોટ છે’ તેવું કહ્યું હતું જોકે સ્ટાફે જે થેલામાં લોટ ભર્યો હતો તેની ઉપર દોરેલા મકાઈના ડોડાનું ચિત્ર બતાવ્યું હતું. આખરે જુઠ્ઠાણું ન ચાલતા તમામ 30 કિલો પેટીસનો નાશ કર્યો હતો.

આ દરમિયાન બાજુની પારસ સ્વીટ માર્ટ નામની દુકાનમાં પણ મકાઈનો લોટ વપરાતો હોવાની શંકા હતી ટીમ ત્યાં પહોંચી તો પેટીસ બનાવવાનું કામ બંધ કરી દીધું હતું પણ 15 કિલો લોટ મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો.

વધુ નફા માટે મકાઈના લોટની કરે છે ભેળસેળ
ફરાળી પેટીસમાં રાજગરાનો લોટ વપરાય જોકે તેનો ભાવ 130 રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મકાઈના લોટનો ભાવ 30થી 40 રૂપિયા હોય છે. જેથી નફાખોર વેપારીઓ મકાઈનો જ લોટ વાપરી રહ્યા છે.

વેજિટેબલ માર્ગેરીનના નમૂના સબસ્ટાન્ડર્ડ
ફૂડ શાખાએ કોઠારિયા મેઈન રોડ પરની શ્યામ ડેરીમાંથી મીના ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા જેમાં ધારાધોરણ મુજબ ગુણવત્તા ન નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...