• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Destruction Of 26 Kg Of Stale Goods From Lapinoz Pizza, Pandyaj Rasthal, Snacks And More, Macron Bakery In Rajkot, Checking Of 20 Traders There.

આરોગ્યના દરોડા:રાજકોટમાં લાપીનોઝ પીઝા, પંડયાઝ રસથાળ, સ્નેકસ એન્ડ મોર, મેકરોન બેકરીમાંથી 26 કિલો વાસી માલનો નાશ, 20 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ

રાજકોટ18 દિવસ પહેલા
  • 8 પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ ફટકારી
  • ઉંધીયુ અને પીઝાના નમુના લેવાયા

મહાપાલિકાની ફૂડ શાખાએ પણ આજે રૈયા ચોકડીથી કેકેવી ચોક સુધીમાં 20 જેટલી હોટલો અને રેસ્ટોરન્ટથી માંડી પાનની દુકાનોમાં ચેકીંગ કર્યુ હતું. જેમાં રૈયા ચોકડીના વેસ્ટ ગેટ કોમ્પ્લેક્ષમાં આવેલી પાંચ જાણીતી હોટલો અને બેકરીમાંથી 26 કિલો માલનો નાશ કરવામાં આવ્યો છે. વન વીક વન રોડ અંતર્ગત હોટલોમાં ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ ફુડ, વાસી ગ્રેવી, કાપેલા શાકભાજી, પિઝા બેઝ, વાસી ચટણી મળી કુલ આશરે 26 કિ.ગ્રા. નાશ કરી 8 પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ ફટકારી છે.

આ તમામને નોટીસ અપાઇ છે.
ફુડ એકટ હેઠળ વેસ્ટ ગેટ કોમ્પ્લેક્ષમાં આવેલ ઊંધિયું સબ્જી (પ્રિપેડ-લુઝ ) પંડયાસ રસથાળ અને ગાર્ડન ડીલાઇટ પીઝા (પ્રિપેડ-લુઝ) એસએન હોસ્પિટાલિટી (લાપીનોઝ પીઝા)ના નમુના લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. રૈયા ચોકડીના પંડયાસ રસથાળમાંથી વાસી સબ્જી 4 કિ.ગ્રા., બાંધેલો આટો 3 કિ.ગ્રા., વાસી ઢોકળા 3 કિ.ગ્રા., ગ્રેવી ચટણી 4 કિ.ગ્રા.નો નાશ કરી હાયજીન બાબતે નોટિસ આપવામાં આવી છે તો યો-ફ્રેંકીમાંથી વાસી મોમોસ 1 કિ.ગ્રા., વાસી કાપેલા શાકભાજી 3 કિ.ગ્રા., સનેક્સ એન્ડ મોર હોકો ઇટરીમાંથી વાસી આલુ ટીકી 1 કિ.ગ્રા. પિઝા બેઝ 19 નંગ, એસએન હોસ્પિટાલિટીમાંથી વાસી પાસ્તા મેકરોની 4 કિ.ગ્રા., મેકરોન બેકરી એન્ડ કાફેમાંથી એક્સપાયરી સોસ 1 કિ.ગ્રા.,નો નાશ કરી આ તમામને નોટીસ અપાઇ છે.

આ સ્થળો પર ચકાસણી કરાઈ
આ ઉપરાંત ક્રિષ્ના ડિલક્ષ પાન એન્ડ કોલડ્રિંકસ, રુદ્ર ફાર્મસી, ગોકુલ પાન એન્ડ કોલડ્રિંકસ, ગોવર્ધન ડિલક્ષ પાન એન્ડ કોલડ્રિંકસ, સામ્સ પિઝા, લા મિલાનો પિઝારીયા, મેહુલ્સ કિચન, સોનાલી પાવભાજી, સંકલ્પ રેસ્ટોરેંટ, કલાસી બાઇટ્સ- આરપીએસ પિઝારીયા, સંભૂસ કાફે, બાલાજી થાળ, રાધે કૃષ્ણ ફરસાણ, શ્યામ ડિલક્ષ પાન એન્ડ કોલડ્રિંકસ, ગાત્રાળ ટી સ્ટોલમાં ચકાસણી અને નોટીસની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...