આરોગ્ય વિભાગના દરોડા:રાજકોટના એરપોર્ટ રોડ પર મારૂતિ પ્રોવિઝન સ્ટોરમાંથી એક્સપાયર થયેલી 20 કિલો ચોકલેટ, નમકિન, ઠંડાપીણાનો નાશ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક્સાપયર થયેલી ખાદ્યચીજો અને વાસી ગ્રેવીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. - Divya Bhaskar
એક્સાપયર થયેલી ખાદ્યચીજો અને વાસી ગ્રેવીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.
  • ઓમ ચાઇનીઝ-પંજાબીમાંથી 8 કિલો વાસી ગ્રેવી મળી આવી
  • બોલબાલા માર્ગ પર 20માંથી 11 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળેલી ફરિયાદને લઈ એરપોર્ટ રોડ પર સદગુરુ વિહાર કોમ્પ્લેક્સમાં આવેલા મારૂતિ પ્રોવિઝન સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 20 કિલો એક્સપાયરી થયેલી ચોકલેટ, નમકીન, ઠંડાપીણા, મસાલા વગેરે પેક્ડ ખાદ્યચીજોનો સ્થળ પર નાશ કર્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજેનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. આ જ કોમ્પલેક્સમાં ઓમ ચાઇનીઝ પંજાબીમાં ચેકિંગ દરમિયાન સંગ્રહ કરેલો 8 કિલો વાસી પંજાબી ગ્રેવીનો નાશ કર્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે નોટિસ આપી હતી.

રાજ રેસ્ટોરન્ટમાંથી 4 કિલો વાસી ખોરાક મળ્યો
એસ.ટી. બસ પોર્ટની સામે, રાજ રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ 4 કિલો વાસી પ્રીપેર્ડ ખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કર્યો હતો તેમજ યોગ્ય સ્ટોરેજ કરવા, હાઇજેનિક કન્ડિશન જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વાણીયાવાડી મેઈન રોડ પર બોલબાલા માર્ગ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાણીપીણીની 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેચાણ થતાં ઠંડાપીણા, દૂધ, મસાલા તથા ફરસાણના ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વગેરેના 25 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ જંક્શન પ્લોટ રોડ વિસ્તારમાં 20 પેઢીની ચકાસણી હાથ ધરવામાં હતી. જેમાં 11 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ આપી હતી.

આ 11 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ અપાઇ
1. જય હિન્દ હોટેલ
2. ખોડિયાર રસ સેન્ટર
3. અશોક બેકરી
4. જય હિન્દ હોટેલ
5. કે.જી.એન. બિરીયાની
6. સદગુરુ કોલ્ડ્રિક્સ
7. શિવશક્તિ હોટેલ
8. ચામુંડા પાન
9. ગાયત્રી મદ્રાસ કાફે
10. તકદીર ટી સ્ટોલ
11. જય જુલેલાલ દાળપકવાન

ચેકિંગ દરમિયાન મળી આવેલો વાસી ખોરાકનો જથ્થો.
ચેકિંગ દરમિયાન મળી આવેલો વાસી ખોરાકનો જથ્થો.

નમૂનાની કામગીરી
(1) જલપરી પેકેજ્ડ ડ્રિકિંગ વોટર (500 ML પેક્ડ બોટલ)

સ્થળઃ જલપરી બેવરેજીસ, માયાણીનગર શેરી નં.1, બેક બોન શોપિંગ સેન્ટર સામે, માયાણી ચોક
(2) એક્વા ફ્રેશ પેકેજ્ડ ડ્રિકિંગ વોટર (1 લી. પેક્ડ બોટલ)
સ્થળઃ એક્વા ફ્રેશ વોટર ટેકનોલોજીસ, બ્રહ્માણી હોલ પાસે, કોઠારિયા રિંગ રોડ ચોકડી
(3) હિમાલયા નેચરલ મિનરલ વોટર (500 ML પેક્ડ બોટલ )
સ્થળઃ ગુરુકૃપા સેલ્સ, 3-વિશ્વનગર, આવાસ યોજના, ખીજડાવાળો રોડ
4. મિક્સ દૂધ (લુઝ)
સ્થળઃ તુલસી ડેરી ફાર્મ, નારાયણનગર મેઇન રોડ, ઢેબર રોડ સાઉથ