કાર્યવાહી:10 કિલો વાસી લાડુનો નાશ, મેસૂબ, શક્કરપારા, મુખવાસના નમૂના લેવાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનપાએ વરિયા સ્વીટ માર્ટ પારેવડી ચોક ખાતેથી મેસૂબ, અંબિકા ફરસાણ માર્ટ મોરબી રોડ ખાતેથી શક્કરપારા, રાજસ્થાની જોધપુરી સ્વીટ એન્ડ નમકીન કુવાડવા રોડ પરથી કાજુ મેસૂબ અને અલંકાર મુખવાસ નવાનાકા રોડ ખાતેથી ફાઇવસ્ટાર મુખવાસના નમૂના લઇ લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત જય જલારામ દુગ્ધાલય લાખના બંગલાવાળો રોડ ગાંધીગ્રામ ખાતે વાસી લાડુ 10 કિલો અને શ્રી શક્તિ ડેરી ફાર્મ પરમેશ્વર સોસાયટી ખાતેથી વાસી ખીરૂ 3 કિલો મળી આવતા નાશ કર્યો છે. યમુના ફરસાણ રૈયાધારમાંથી 6 કિલો પસ્તી, શ્રીનાથજી ફરસાણમાંથી 1.5 કિલો ફરસાણ, પરમેશ્વર સોસાયટી શેરી નં.6માંથી 6 કિલો પસ્તી, જય ગોપાલ ફરસાણ શાંતિનિકેતન સોસાયટીમાંથી 3 કિલો,મહેતા ફરસાણ એન્ડ સ્વીટમાંથી બે કિલો પસ્તી, જલારામ નાયલોન ખમણના વેપારી પાસે લાઇસન્સ ન હોવાથી નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...