તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુરાવાનો નાશ:રોડ પર ફેંકેલો મેડિકલ વેસ્ટ ગાયબ કરી પુરાવાનો નાશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GPCBને અરજી બાદ વેસ્ટ ગાયબ થઇ ગયો
  • ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર સ્થળ પર પહોંચ્યું

જસદણ-ચોટીલા હાઈવે પર બરવાળા ગામના પાટિયા પાસે જ લોહીના સેમ્પલ લીધેલી ટ્યૂબ, વાયેલ તેમજ વપરાયેલા ઈન્જેક્શન, પાટા સહિતનો બાયોમેડિકલ વેસ્ટનો જંગી જથ્થાનો નિકાલ કરાયો હતો. લોહી ભરેલા વાયેલ ફેંકી દીધા હોવાનું ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું હતું. તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરાતા તેમના વિભાગમાં ન આવે તેવું કહ્યું હતું અને સ્થળ પર જઈને ચકાસીને જીપીસીબીને અરજી કરાશે તેવું કહ્યું હતું.

આરોગ્ય કેન્દ્રમાંથી જીપીસીબીને તે જ દિવસે અરજી કરાઈ હતી અને જીપીસીબીએ તપાસ થશે તેવું કહી દીધું પણ સ્થળ પર કોઇ જ પહોંચ્યું નહિ અને માત્ર 24 જ કલાકમાં બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ત્યાંથી ઉપડી ગયો હતો. જે લોકોએ જથ્થો ફેંક્યો તેમણે જ પુરાવાનો પણ નાશ કરી નાખ્યો કારણ કે, સેમ્પલની ટ્યૂબમાં દર્દીનું નામ અને સરનામું લખ્યું હતું જેના પરથી કઈ લેબ કે હોસ્પિટલમાં દર્દી ગયા હતા તે સ્પષ્ટ કરી શકાતું હતું.

ઈન્જેક્શન, અન્ય દવાઓના વાયેલના બેચ નંબર પરથી જથ્થો કોને સપ્લાય કરાયો હતો તે પણ જાણી શકાતું હતું પણ તપાસ ત્યાં સુધી પહોંચે તે પહેલા જ કોઇએ પુરાવાનો નાશ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...