તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ વીડિયો:સરકારની મનાઈ છતાં રાજકોટની લાલ બહાદુર સ્કૂલે ધો 5થી 7ના વિદ્યાર્થીઓને ભણાવ્યા,જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા

રાજકોટએક મહિનો પહેલા
કોરોનાની ત્રીજી લહેર સંક્ર્મણ ઉભું કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે
  • શિક્ષણાધિકા૨ી દ્વા૨ા શિક્ષણ નિ૨ીક્ષકોને દોડાવી તપાસ શરુ કરવામાં આવી
  • એક બેન્ચની અંદર 3 વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા
  • વાલીઓની સંમતિ સાથે બાળકોને બોલાવ્યા છે : સ્કૂલના ટ્રસ્ટી

રાજકોટની લાલબહાદુર ઈંગ્લીશ મીડીયમ શાળામાં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. આ પ્રક૨ણમાં ૨ાજકોટ જિલ્લા કલેકટ૨ અરૂણ મહેશ બાબુ દ્વા૨ા તપાસના આદેશ આપી જિલ્લા શિક્ષણાધિકા૨ી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જેને અનુસંધાને શિક્ષણાધિકા૨ી દ્વારા શિક્ષણ નિ૨ીક્ષકોને તપાસ માટે લાલ બહાદૂ૨ શાસ્ત્રી વિદ્યાલયમાં દોડાવી તપાસ ક૨ાવવામાં આવી ૨હી છે. આ વિડીયોમાં એક બેન્ચની અંદર 3 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. સરકારે આપેલી ઓફલાઈન શિક્ષણની મંજૂરી પહેલા રાજકોટની વધુ એક શાળાએ વિદ્યાર્થીઓને બોલાવીને બાળકો પર તોળાતુ ત્રીજી લહેરના જોખમને ધ્યાને ન લેતા વિદ્યાર્થીઓના આરોગ્યની પણ ચિંતા કરી નથી.

એક બેન્ચમાં 3 વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા
ગત બુધવારના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આગામી 2 સપ્ટેમબરથી ધોરણ 6થી 8 ના વર્ગો માટે ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં રાજકોટની લાલ બહાદુર ઈંગ્લીશ મીડીયમ શાળામાં ધોરણ 5થી 7 ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી એક બેન્ચમાં 3 વિદ્યાર્થીઓને બેસાડી કોરોનાની ત્રીજી લહેર સંક્ર્મણ ઉભું કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર સંક્ર્મણ ઉભું કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે
કોરોનાની ત્રીજી લહેર સંક્ર્મણ ઉભું કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે

ધોરણ 5ની નોટબુક હોવાનું સામે આવ્યું
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વર્ગ ખંડમાં 50 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે અને એક બેન્ચમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ગખંડમાં 3થી 4 શિક્ષક હાજર જોવા મળી રહ્યા છે. શિક્ષકને પૂછતાં તેમને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ હોવાનું જણાવ્યું હતું પરંતુ એક વિદ્યાર્થીને બોલાવી નોટબુક ચેક કરતા ધોરણ 5ની નોટબુક હોવાનું સામે આવ્યું હતું આ સાથે વિદ્યાર્થીઓને પૂછતાં 10 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 5 માં અભ્યાસ કરતા હોવાનું માલુમ થયું હતું.

વાલીઓની સંમતિ સાથે બાળકોને બોલાવ્યા છે : સ્કૂલના ટ્રસ્ટી
ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ આ વિડીયો વાઇરલ થયો હોવાનું સામે આવ્યું છે અને આ વિડીયો અંગે સ્કૂલના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદીનો સંપર્ક સાધતા વિડીયો સાચો હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમણે સપષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ સંચાલિત શાળા છે માટે ગરીબ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે માટે તેઓને ઓનલાઇન શિક્ષણ મળી ન શકતું હોવાથી તેમના વાલીઓની સંમતિ સાથે માત્ર બે કલાક માટે શાળાએ કવેરી હોવાથી બોલાવવામાં આવ્યા હતા. ગરીબ ઘરના વિદ્યાર્થીઓ ઘરમાં બે બે મોબાઈલ ન હોવાથી બાળકોને અભ્યાસ પૂરતું મળી નથી રહેતું માટે આ સમયે બાળકોને શાળાએ બોલાવવા પડ્યા હતા.