છેલ્લા ત્રણ દિવસથી સીંગતેલ અને કપાસિયા તેલમાં સ્થિર વલણ હતું. સ્થિર વલણ વચ્ચે શુક્રવારે બજાર તૂટી હતી અને ભાવમાં ઘટાડો આવ્યો હતો. સીંગતેલ અને કપાસિયા તેલમાં રૂ. 20નો ઘટાડો આવ્યો હતો. ભાવ ઘટયા છતા સીંગતેલનો ડબ્બો રૂ. 2700ની સપાટી ઉપર રહ્યો છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.2640નો થયો છે. જ્યારે અન્ય સાઈડ તેલમાં સ્થિર વલણ જોવા મળ્યું હતું. વેપારીઓના જણાવ્યાનુસાર સાઈડ તેલમાં તેજી હોવાને કારણે મુખ્ય તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
પરંતુ હવે ઇન્ડોનેશિયા 23 મેથી પામઓઇલની નિકાસ પર પ્રતિબંધ હટાવવા જઈ રહ્યું છે.તેથી બજારમાં જે ગભરાટ હતો તે દૂર થયો છે જેને કારણે ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. ભાવમાં ઘટાડો આવતા સ્ટોકિસ્ટોએ પોતાની પાસે જે માલ સંગ્રહ કરીને રાખ્યો હતો તે વેચવા માટે કાઢયો છે જેને કારણે બજારમાં માલ પૂરતા પ્રમાણમાં છે. સામે ડિમાન્ડ છે નહીં જો કે હજુ રૂ. 50 સુધીનો ભાવ ઘટે તેવી સંભાવના વેપારીઓએ વ્યકત કરી છે. શુક્રવારે પામોલીનમાં રૂ. 5 નો ઘટાડો આવતા તેલનો ડબ્બો રૂ. 2500નો થયો હતો. જ્યારે સનફલાવર રૂ. 2680, કોર્ન ઓઈલ રૂ. 2440, વનસ્પતિ ઘી રૂ. 2650, કોપરેલ તેલ 2600 અને સરસવ તેલ રૂ. 2510 રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.