નોટિસ:છ માસમાં ત્રીજી વખત VCના નામે ફેક મેસેજ થયા છતાં ફરિયાદ ન કરી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માત્ર વેબસાઈટ પર નોટિસ મૂકી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગીરીશ ભીમાણીના નામે ફરી એક વખત ફેક મેસેજ કરાયા હોવાનું બહાર આવતા યુનિવર્સિટી તંત્ર દ્વારા વેબસાઈટ ઉપર સૂચના જાહેર કરી છે. પરંતુ મહત્વનું છે કે કુલપતિ તરીકે જ્યારથી ડૉ. ભીમાણી યુનિવર્સિટીમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ત્રીજી વખત તેમના નામે યુનિવર્સિટીના જ પ્રોફેસરો સહિત અન્ય કર્મચારીઓને તેમના નામે ફેક મેસેજ મળ્યા હોવા છતાં અત્યાર સુધી તેમણે પોલીસ ફરિયાદ કરી નથી. માત્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર એક નોટિસ મૂકી લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

યુનિવર્સિટીએ વેબસાઈટ પર મુકેલી સૂચનામાં જણાવ્યું છે કે +91-6386090614 મોબાઈલ નંબરથી કે અન્ય કોઈ બીજા નંબરથી વોટ્સએપ મેસેજના માધ્યમથી કે પછી ઈમેલના માધ્યમથી પ્રોફે. ગિરીશ ભીમાણી, વાઇસ-ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામે ફ્રોડ મેસેજ/ઈમેલ લાગતા વળગતાઓને મોકલવામાં આવ્યો હોય તેનું ધ્યાનમાં આવેલ છે.

આવા ફ્રોડ મેસેજ/ઈમેલના માધ્યમથી ફિશિંગ લિંક દ્વારા કે અન્ય રીતે અંગત માહિતી, OTP, પાસવર્ડ જેવી માહિતી પડાવી લેવાના પ્રયત્નો કરવામાં આવતા હોય આવા મેસેજ/ઈમેલથી સાવચેત રહેવું અને કોઈપણ પ્રકારની અંગત માહિતીની આપ-લે કરવી નહીં. ઉલ્લેખનીય છે કે, અગાઉ કુલપતિના નામે મહિલા પ્રોફેસરોને પણ મેસેજ મોકલવામાં આવતા વિવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...