તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા મરી પરવારી:રાજકોટમાં 1.11 લાખ ચૂકવ્યા છતાં હોસ્પિટલે ફાટેલી PPE કિટમાં કોરોનાગ્રસ્ત ખેડૂતનો લોહી નીતરતો મૃતદેહ સ્મશાને મોકલ્યો, પરિવારમાં રોષ

રાજકોટ10 દિવસ પહેલા
  • પરિવારે પોસ્ટમોર્ટમનો આગ્રહ કરતાં પોલીસ દોડી આવી, અંતે સમજાવટ બાદ અંતિમસંસ્કાર કરાયા

કોરોનાના કહેર વચ્ચે એક તરફ પ્રજાજનો પરેશાન છે તો બીજી તરફ માનવતા મરી પરવારી હોય એવો કિસ્સો સામે આવ્યો છે. કોરોનાગ્રસ્ત ખેડૂતપુત્ર પાસેથી રૂપિયા 1.11 લાખ વસૂલ્યા બાદ પણ ખેડૂત સાજા ન થયા અને અનંતની વાટ પકડી હતી. ક્રાઇસ્ટ હોસ્પિટલની બેદરકારીને કારણે તેના મૃતદેહને પણ ફાટેલી PPE કિટમાં લઇ જવામાં આવ્યો હતો. રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલા બાપુનગર સ્મશાનગૃહ ખાતે સ્વજનો મૃતદેહના અંતિમસંસ્કાર માટે પહોંચ્યા હતા. ત્યારે શબવાહિનીમાંથી મૃતદેહ બહાર લેતા સમયે લોહી નીતરતી હાલતમાં મૃતદેહ જોઇ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે પોલીસ અને તબીબોની સમજાવટ બાદ મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

અમરેલીના ચાંપાથળથી ખેડૂતને સારવાર માટે રાજકોટ લવાયા હતા
અમરેલી નજીકના ચાંપાથળ ગામના આ મૃતક ખેડૂતના પુત્ર મુકેશભાઈએ જણાવ્યું હતું કે સારવાર માટે હોસ્પિટલ દ્વારા અમારી પાસેથી 1.11 લાખની ફી તબક્કાવાર લેવામાં આવી હતી. મારા પિતાના મૃત્યુની સવારે 9.30 વાગે જાણ કરાયા બાદ બપોરે લાશ સોંપવામાં આવી હતી, જેમાં કાન અને નાકમાંથી સતત લોહી વહી રહ્યું હતું. ભારે હોબાળો થતા અંતે પોલીસ બોલાવવામાં આવી હતી.

મોત બાદ નાક-કાનમાંથી સતત લોહી વહેતું હતું.
મોત બાદ નાક-કાનમાંથી સતત લોહી વહેતું હતું.

મૃતકના નાકમાંથી ઓક્સિજનની નળી કાઢતાં લોહી નીકળ્યું-PI
સ્વજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ કર્યો હતો. જોકે બાદમા પોલીસ અને તબીબોની સમજાવટ પછી લાશના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૃતકને નાકમાં ઓક્સિજન નળી મૂકવામાં આવી હતી અને લોહી પાતળું કરવા દવા આપવામાં આવી હતી, જેમાં નળી બહાર કાઢ્યા બાદ નાકમાંથી લોહી નીકળ્યાનું તારણ સામે આવ્યું છે. સમજાવટ બાદ પરિવારજનોએ આખરે
મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા હતા.

નળીવાળી વાત અમારા ગળે ઊતરતી નથી- મૃતકના પુત્ર
મૃતકના પુત્ર મુકેશભાઈએ આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલવાળાએ સમજાવ્યું કે ઓક્સિજનની નળી કાઢી એટલે લોહી નીકળે છે, પરંતુ લોહી કંઇ રીતે નીકળી શકે. આ વાત ગળે ઊતરે એવી નથી. મારા પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લાવ્યા હતા. મેં 1.11 લાખ હોસ્પિટલને ચૂકવ્યા પણ હોસ્પિટલ તેમને બચાવી શકી નહીં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો