ફરિયાદ:હનીમૂનનો અડધો ખર્ચો આપવા છતાં પૂરો ખર્ચો માંગી પતિએ દારૂ પીને મારમાર્યો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની પરિણીતાએ ધારી રહેતા પતિ, સાસુ-સસરા સામે નોંધાવી ફરિયાદ

રાજકોટ એરપોર્ટ રોડ, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ પર એક મહિનાથી પિયરમાં રહેતી ચિત્રા નામની પરિણીતાએ ધારી રહેતા પતિ જીસન, સસરા વિનોદચંદ્ર પોપટભાઇ વાઘેલા, સાસુ વિભાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બેચલર ઓફ ડેન્ટલ સર્જરી સુધીનો અભ્યાસ કરનાર ચિત્રાએ નોંધાવેલી ફરિયાદમાં, લગ્ન તા.16-2-2021નાં જીસન સાથે થયા છે. લગ્ન બાદ હનીમુનમાં અંદામાન-નિકોબાર ગયા હતા. આ હનીમુનનો અડધો ખર્ચ પોતાના માતા-પિતાએ આપ્યો હતો. હનીમુન દરમિયાન પતિ જીસન તમામ ખર્ચ માતા-પિતા પાસેથી લેવા દબાણ કરી ઝઘડો કર્યો હતો.

જેનો વિરોધ કરતા પતિ જીસને ત્યાં દારૂ પીને ઢોરમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હનીમુન કરી પરત ધારી ગયા હતા. અહીં પોતાના મા-બાપના ઘરના દસ્તાવેજો પતિના નામે કરી દેવા તેમજ માવતરેથી રોકડા લઇ આવવા દબાણ કર્યુ હતુ. લગ્નમાં માતા-પિતાએ સોનાના ઘરેણા આપ્યા છતા વધુ ઘરેણા દહેજમાં લઇ આવવા દબાણ કરી ત્રાસ આપતા હતા. આ મુદે પિયરમાં વાત કરતા માતા-પિતા સાસરે આવ્યા હતા. તે સમયે સાસુ-સસરાએ ફરી વાર આવુ નહિ થાય તેની ખાતરી આપતા સમાધાન કર્યુ હતુ.

બાદ પતિ સાથે મુંબઇ બોઇસર રહેવા ગયા હતા. ત્યારે પતિએ ફરી પિયરથી ઘર ખર્ચ માટે રૂપિયા લાવવા દબાણ કર્યુ હતુ. પતિના આ કરતૂતનો વિરોધ કરતા તને હું કામવાળી તરીકે લાવ્યો છું, મારે તારી જરૂર નથી, તું અહિંથી જતી રહે તેમ કહી વાળ પકડી માર મારી કાઢી મુકતો હતો. પતિના રોજિંદા આવા ત્રાસથી કંટાળી અંતે પોતે રાજકોટ માવતરે આવી સઘળી વાત કરતા પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...