તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અબોલા હતા છતાં સીમંતનું આમંત્રણ આપવા ગયા અને થયો ડખો : કાકા-ભત્રીજાની હત્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાઇઓ વચ્ચે ખેતરે ચાલવાના રસ્તા મુદ્દે માથાકૂટ ચાલતી હતી, પ્રસંગ હોય ભત્રીજો વડીલો સાથે કાકાને ત્યા ગયો’તો
  • ચોટીલા તાલુકાના ખડ ગુંદા ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, અથડામણમાં ત્રણ ઘાયલ

ચોટીલા તાલુકાના ગુંદા ગામમાં રહેતા અને ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતા પલાળીયા પરિવારના કૌટુંબીક ભાઇઓ વચ્ચે ખેતરે ચાલવાના રસ્તા બાબતે થોડા વર્ષો પહેલા તકરાર થતા અબોલા થયા હતા. પરંતુ પરિવારમાં સીમંતનો પ્રસંગ હોય ભત્રીજો વડીલોને લઇને કાકાના ઘરે આમંત્રણ આપવા માટે ગયો હતો. ત્યાર બાદ સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં પરિવારના સભ્યો આમને સામને આવી જતા ધીંગાણુ થયુ હતુ. જેમાં એક પક્ષે ભત્રીજાની અને બીજા પક્ષે કાકાની હત્યા થઇ ગઇ હતી.

ત્યાર બાદ બપોરના સમયે બન્ને કુંવરજીભાઇ અને તેમના પરિવારના સભ્યો રમેશભાઇના ઘરે ગયા હતા

જર, જમીન અને જોરૂ આ ત્રણ કજીયાના છોરૂ. આ કહેવતને યથાર્થ સાબીત કરતો બનાવ ચોટીલા તાલુકાના ગુંદા ગામે બન્યો હતો. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ગુંદા ગામે રહેતા કુંવરજીભાઇ નરસીભાઇ પલાળીયા અને રમેશભાઇ સગરામભાઇ પલાળીયાના પરિવારો વચ્ચે ખેતીની જમીનમાં રસ્તા બાબતે કોઇ તકરાર ચાલતી હતી.જેને લઇને બન્ને પરિવારો વચ્ચે બોલવાનો વ્યવહાર પણ બંધ હતો પણ ટુંક સમયમાં પરિવારમાં સીમંતનો પ્રસંગ હોય ભત્રીજો રમેશ તેના કાકા કુંવરજીભાઇને ત્યાં સીમંતનું આમંત્રણ આપવા ગયો હતો. ત્યારે કાકા કુંવરજીભાઇએ કહ્યું કે આપડે હાલ અબોલા છે તો હું છોકરાઓ સાથે વાત કરીને પછી કહું. ત્યાર બાદ બપોરના સમયે બન્ને કુંવરજીભાઇ અને તેમના પરિવારના સભ્યો રમેશભાઇના ઘરે ગયા હતા જ્યાં બન્ને પરિવારો વચ્ચે પ્રથમ બોલાચાલી થઇ હતી અને બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને પરિવારના જુથો ધારીયા, લાકડી સહીતના હથીયારો વડે એકબીજા પર તુટી પડતા સશસ્ત્ર ધીંગાણુ મચી ગયું હતું.

સારવાર મળે તે પહેલા કુંવરજીભાઇ અને રમેશભાઇનું બન્નેના મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો

જેમાં કુંવરજીભાઇ પલાળીયા અને તેમના ભત્રીજા રમેશભાઇ પલાળીયાને ગળાના,માથાના અને પગના ભાગે ધારીયાની ગંભીર ઇજાઓ થઇ હતી તેમજ અન્ય ત્રણ શખ્સોને પણ નાનીમોટી ઇજાઓ થઇ હતી. આ ઘટના અંગે જાણ થતાં મોલડી પોલીસ મથકન પીએસઆઇ સહીતનો પોલીસ કાફલો ગુંદા ગામે ધસી ગયો હતો. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા કુંવરજીભાઇ અને રમેશભાઇનું બન્નેના મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. નાના એવા ગુંદા ગામમાં બે પરિવારો વચ્ચેના ઝઘડામાં બે હત્યા થતાં ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતી સર્જાઇ હતી અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા, એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ સહીતના પોલીસ અધિકારીઓ ગુંદા ગામે દોડી ગયા હતા અને ગામમાં બીજો કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી મૃતકના પરિવારજનોની ફરીયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સવારે ઘરે ઝઘડો કરીને ગયા બાદ પિતરાઇ ભાઇઓએ વાડીએ જતી વખતે હુમલો કર્યો

ચોટીલા તાલુકાના ખડ ગુંદા ગામે બનેલી બેવડી હત્યાની તેમજ હુમલાની ઘટનામાં ઘવાયેલા જેન્તીભાઇ કુરજીભાઇ પરાલિયાએ કહ્યું કે, ગામની સીમમાં અમારી ખેતીની જમીન આવેલી છે. બાજુમાં જ કાકાની ખેતીની જમીન છે. જે જમીન પર કાકાના દીકરા રમેશભાઇ અને હરેશભાઇ ખેતી કરે છે. બાજુ બાજુમાં ખેતીની જમીન આવેલી હોય ઘણા સમયથી પિતરાઇભાઇઓ સાથે શેઢા મુદ્દે તકરાર ચાલતી હતી. જેને કારણે બોલાચાલી પણ થતી રહેતી હતી. દરમિયાન ગુરુવારે સવારે હું, મારા પિતા, માતા સહિતનાઓ ઘરે હતા. ત્યારે પિતરાઇ ભાઇ રમેશ અને હરેશ ઘરમાં ધસી આવ્યા હતા અને ઝઘડો કરી જતા રહ્યાં હતા. બાદમાં બપોરે પોતે પિતા સાથે વાડીએ જતા હતા. ત્યારે પિતરાઇભાઇઓએ અમારી વાડીએ જવાના રસ્તે આડશો મૂકી દીધી હતી.

જે મુદ્દે પિતા કુરજીભાઇએ રમેશ અને હરેશને વાત કરતા તેઓ ઉશ્કેરાય ગયા હતા અને પિતરાઇભાઇઓ રમેશ અને હરેશે ધારિયા, કુહાડીથી હુમલો કરી પિતાના માથામાં ધારિયાનો એક ઘા ઝીંકી દેતા પિતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડ્યા હતા. પિતાને બચાવવા વચ્ચે પડતા તેના ઉપર પર હુમલો કરી માથામાં ઘા ફટકારતા બેભાન થઇ જમીન પર ફસડાઇ ગયો હતો. ભાનમાં આવતા હું રાજકોટની હોસ્પિટલમાં હોવાની અને પિતાનું મોત નીપજ્યાની ખબર પડી હતી. સારવાર બાદ સ્વસ્થ થઇ ગયા બાદ પોલીસમાં પિતરાઇભાઇઓ રમેશ અને હરેશ સામે પિતાની હત્યા અને પોતાના પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...