તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાઓના ત્રાસ:ક્વોરન્ટાઇન હોવા છતાં પરિણીતાને ત્રાસ આપી સાસરિયાએ કાઢી મૂકી

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બે મહિનાથી માવતરે રહેતી ડબલ ગ્રેજ્યુએટ પરિણીતાએ નોંધાવી ફરિયાદ

શહેરના ગાયકવાડી 3-9માં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં માવતરે રહેતી બબિતા કોટેચા નામની વધુ એક પરિણીતા સાસરિયાઓના ત્રાસનો ભોગ બનતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે પતિ ચિરાગ કોટેચા, સસરા પ્રદ્યુમ્નભાઇ કોટેચા, સાસુ જયશ્રીબેન, નણંદ કિંજલબેન અનિશભાઇ સોમૈયા, નણદોયા પ્રબોદકુમાર સામાણી, નણંદોયા સંજયભાઇ પ્રાગજીભાઇ જીવરાજાની, નણંદના દીકરા ધનેશ સંજયભાઇ જીવરાજાની, નિમિત કમલેશભાઇ જીવરાજાની, નણંદ ટીનુબેન કમલેશભાઇ જીવરાજાનીના નામ આપ્યા છે.

એમ.એ. સુધી અભ્યાસ કરનાર અને છેલ્લા બે મહિનાથી માવતરે રહેતી બબિતાની ફરિયાદ મુજબ, તેના લગ્ન 23-6-2020ના ચિરાગ સાથે થયા હતા. લગ્નના દોઢ મહિના બાદ જ સાસરિયાઓએ નજીવા મુદ્દે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પતિને મોડી રાત સુધી બહાર ન રહેવાનું કહેતા પતિ તેમજ નણંદના દીકરાઓ ઝઘડો કરતા. બાદમાં પતિ તને પૂછવાનો કોઇ અધિકાર નથી, તારે મારા બહેન-બનેવી અને ભાણેજ વિશે કાંઇ કહેવાનું કહી ઝઘડો કરતા હતા. બંને નણંદ પણ લગ્નજીવનમાં ભંગાણ પડાવવા કલેશ કરાવતા હતા. દરમિયાન તા.7-12ના રોજ સાસુ-સસરાને કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી સાસુને હોસ્પિટલમાં અને સસરાને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા. જ્યારે પોતાનો અને પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં અમારે હોમ ક્વોરન્ટાઇન રહેવું પડ્યું હતું.

પરિવારમાં આવો માહોલ હોવા છતાં નણંદ, નણદોયા અને તેમના દીકરાઓ ઘરની બહાર કાઢવા ષડ્યંત્ર ઘડ્યું હતું. પોતાની સાથે ધાક ધમકી આપી ઝઘડો કર્યો હતો. જેનું વીડિયો રેકોર્ડિંગ કરી પતિને બતાવ્યું હતું. જેથી પતિ ચિરાગે તે વીડિયો જોયા બાદ ઉશ્કેરાય જઇ તા.20-12ના તું તારી મમ્મીના ઘરે જતી રહે તેમ કહી ઝઘડો કર્યો હતો. હાલ બધા ક્વોરન્ટાઇન હોવાનું કહેવા છતાં પતિ ચિરાગ, નણંદના દીકરા નિમિત, નણદોયા સંજયભાઇ સહિતનાઓએ ધક્કા મારી કાઢી મૂકી હતી. પતિ, નણંદો, નણદોયા અને તેના દીકરાઓ વારંવાર ત્રાસ આપતા હોય સમાધાન કરીને પણ સાસરે જવું ન હોવાથી પોલીસ ફરિયાદ કરી છે.

કાયદો અમારો છે, કાયદો ખરીદી લઇશુંની ધમકી
પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ નણંદ ટીનુબેનનો પુત્ર નિમિત રેલવે પોલીસમાં ફરજ બજાવતો હોય તેણે ધમકી આપતા કહ્યું કે, તું પોલીસ કેસ કરીશ તો અમે તારા વિરુદ્ધ ખોટા કેસ ઊભા કરીશું. કાયદો અમે ખરીદી લઇશું તારું કંઇ નહિ આવે કાયદો અમારો છે. નણદોયા સંજયભાઇએ પણ તું મને ઓળખતી નથી મારી પહોંચ ક્યા સુધી છે, તારા શું હાલ કરીશું તે જોવા તું જીવતી પણ નહીં રહે તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો