તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસથી છૂટકારો:દેરાણી-જેઠાણીને નણંદના ત્રાસથી સાથી સેવા એનજીઓએ છોડાવ્યા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 8 વર્ષથી પીડાતા સંતાનોને પણ મહિલા પોલીસે મુક્ત કરાવ્યા

શહેરના યુનિવર્સિટી રોડ પાસે ભગતસિંહ ગાર્ડન નજીક 3 માળિયા ક્વાર્ટરમાં રહેતા 50 વર્ષીય મહિલા અને યુનિ. રોડ નજીક આવેલી પ્રદ્યુમ્ન કોલોનીમાં રહેતી તેમની પીડિતા દેરાણીને નણંદના ત્રાસ અને અત્યાચારથી મુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે પાડોશીએ સાથી સેવા સંસ્થાને ફોન મારફતે જાણ કરી જણાવ્યું હતું. જે બાદ સંસ્થા સ્થળ પર પહોંચી 181 મહિલા ટીમને બોલાવી કાર્યવાહી કરી હતી. એનજીઓએ માહિતી આપી હતી કે, અર્ધનગ્ન હાલતમાં રહેતી પીડિતા મહિલાને બંધ મકાનમાં રાખવામાં આવ્યા હતા , જ્યાં તેમના પતિ કે જે સિક્યુરિટી તરીકે નોકરી કરે છે તે દર બે દિવસે જમવાનું આપી જતા’તા.

વધુમાં તેમના જણાવ્યા મુજબ પીડિતાના નણંદ તેમને હર હંમેશ માર મારતા હતા અને પગ પણ ભાંગી નાખ્યો હતો જેથી તેઓ પોતાનું કામ પણ જાતે કરી શકતા નહોતા. સંસ્થાએ જણાવ્યું હતું કે, પીડિતા મહિલાનું ઘર અસ્તવ્યસ્ત અને દુર્ગંધ મારતું હતું ત્યારે પોલીસે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડી છે જ્યાં તેમની સારવાર હાલ ચાલી રહી છે.

નણંદ માત્ર જેઠાણીને નહીં પરંતુ તેમની દેરાણી અને તેમની દીકરી પર પણ ત્રાસ ગુજરાતી હતી અને કામની ફરજ પાડી તેમ સર્વેને માર પણ મારતી હતી. પાડોશમાં રહેતા લોકોએ પણ જણાવ્યું હતું કે, પગ દબાવવાની સાથે મળ-મૂત્ર ખાવા પણ કહેતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો