તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ક્લિનિકમાં નોકરી કરતી દેરડીકુંભાજીની યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસેના ટાગોરનગરમાં બનેલો બનાવ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીઠની બીમારીથી કંટાળી વૃદ્ધાએ એસિડ પી લીધું

શહેરમાં આપઘાતના બનાવો રોજિંદા બની ગયા છે. શહેરમાં રોજ બેથી વધુ લોકો કોઇ પણ કારણોસર જિંદગી ટૂંકાવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રહી નોકરી કરતી 20 વર્ષીય યુવતિએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જિંદગી ટૂકાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોટેચા ચોક નજીક આવેલા ટાગોરનગર-1માં પૂનમ જયંતભાઇ સોલંકી નામની 20 વર્ષીય યુવતીએ મંગળવારે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. રૂમ પાર્ટનરે તુરંત 108ને જાણ કરી હતી. 108ની ટીમે તપાસ કરતા યુવતીનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

બાદમાં બનાવની માલવિયાનગર પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસમથકના પીએસઆઇ બી.બી.રાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાં આપઘાત કરી લેનાર પૂનમ મૂળ અમરેલીના દેરડીકુંભાજી ગામની હતી. તે છેલ્લા બે વર્ષથી અહીં પેઇંગ ગેસ્ટ તરીકે અન્ય યુવતીઓ સાથે રહીને એસ્ટ્રોન ચોકમાં દાંતની ક્લિનિકમાં નોકરી કરતી હતી. રૂમ પાર્ટનરની પૂછપરછ બાદ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પુત્રીના આપઘાતના સમાચાર સાંભળી પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા.

પરિવારજનોની પૂછપરછ કરતા ચાર બહેન અને એક ભાઇમાં પૂનમ નાની હતી. પુત્રીના આપઘાતના કારણથી પરિવારજનો પણ અજાણ હોવાનું કહ્યું છે. પોલીસે યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં કોઠારિયા રોડ, ન્યૂ સાગર સોસાયટી-8માં બન્યો હતો. જેમાં આ વિસ્તારમાં રહેતા મંજુલાબેન મનસુખભાઇ મારૂ નામના 76 વર્ષના વૃદ્ધાએ તેમના ઘરે એસિડ પી લીધું હતું. એસીડ પી લીધા બાદ વૃધ્ધા ઉલ્ટીઓ કરવા લાગતા પરિવારજનો રૂમમાં દોડી આવ્યા હતા અને પોતે એસીડ પી લીધાની વાત કરી હતી.

જેથી તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વૃદ્ધાનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકના હેડ કોન્સ. નિલેષભાઇ ચાવડા હોસ્પિટલ દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી પીઠના દુખાવાથી પીડાતા હોય કંટાળીને પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...