ચાર્જ પે ચાર્જ:નાયબ ઈજનેરને એડિશનલનો ચાર્જ આપી સિટી ઈજનેરનું કામ આપ્યું!, ભરતી કરવાને બદલે ચાર્જથી ગાડું ગબડાવ્યું

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડિશનલ સિટી એન્જિનિયર દેથરિયાને વોટર વર્કસ, સ્ટોર્સ, નલ સે જલ તેમજ સિટી એન્જિનિયર તરીકે ડ્રેનેજ પ્રોજેક્ટની જવાબદારી

રાજકોટ મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિર એમ. આર. કામલિયા ગત મહિને વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. આ કારણે મહત્વની જગ્યા ખાલી પડી છે કારણ કે, તેમની પાસે એક બે નહીં પણ અનેક કામગીરી હતી. હવે તેમનો ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેરને અપાયો છે જેણે એડિશનલ સિટી એન્જિનિયરનો તો ચાર્જ અપાયો પણ સાથે સિટી એન્જિનિયરનો પણ ચાર્જ સોંપાયો છે. મનપા પાસે ભરતી માટે પૂરતો સમય હતો તેમજ એક ભરતી તો અટકેલી છે જો તે નિયમિત કરાઈ હોત તો ચાર્જ પર ગાડું ન ગબડાવું પડે.

નાયબ કાર્યપાલક ઈજનેર કે. પી. દેથરિયાને એડિશનલ સિટી એન્જિનિયરનો ચાર્જ અપાયો છે. આ માટે તેમણે વોટર વર્કસ(પ્રોજેક્ટ), સેન્ટ્રલ સ્ટોર્સ(એન્જિનિયરિંગ), હેડપંપ વિભાગ, ડ્રેનેજ ક્લિનિંગ મશીનરીઓનું સંચાલન અને સંભાળમાં ત્રણેય ઝોનનું સંકલન અને કન્ટ્રોલ તેમજ નલ સે જલ યોજનાની કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત સિટી એન્જિનિયર તરીકે ડ્રેનેજ(પ્રોજેક્ટ)ની પણ તમામ જવાબદારી બજાવવાની રહેશે. એટલે કે નાયબ કાર્યપાલક ઈજનેરને પહેલા એડિશનલ સિટી એન્જિનિયરનો ચાર્જ અપાયો અને બાદમાં તેને સિટી એન્જિનિયરની પણ જવાબદારી આપી દેવાઈ છે.

મનપામાં જીપીએમસી એક્ટ મુજબ એક સિટી એન્જિનિયરની અને એક કાર્યપાલક ઈજનેરની જગ્યા ભરી છે. જ્યારે એડિશનલ સિટી એન્જિનિયર અને સિટી એન્જિનિયર સ્પેશિયલની જગ્યાઓ પણ ઊભી કરાઇ છે પણ તેમાં પૂરતી ભરતી જ કરાતી નથી તેથી નાયબ કાર્યપાલક ઈજનેરોને ચાર્જ અપાયા છે અને તે હોદ્દા તેમજ તેનાથી નીચલી સંવર્ગ તરીકે અડિશનલ એન્જિનિયરની પણ ભરતીઓ થઈ નથી. ચાર્જથી ગાડુ ગબડાવાતું હોવાથી કામગીરી પર પણ અસર પડશે.

અન્ય સમાચારો પણ છે...