કાર્યવાહી:બોગસ બિલિંગ કાંડમાં ડેપ્યુટી અને આસિ. કમિશનર સસ્પેન્ડ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • GST અન્વેષણના અધિકારી સામે કાર્યવાહી

ભાવનગર બોગસ બિલિંગ કૌભાંડમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી સામે આવી છે. તેની સાથે- સાથે અધિકારીઓની ભૂમિકા પણ બહાર આવી છે. આ પ્રકરણમાં જેમની જવાબદારી ફિક્સ થઈ છે તેવા ભાવનગરના ડઝનેક અધિકારીઓની બદલી થયા બાદ આ તપાસનો રેલો રાજકોટ સુધી લંબાયો છે. ભાવનગરથી પ્રમોશન સાથે રાજકોટ બદલી પામેલા જીએસટીના અન્વેષણ વિભાગના ડેપ્યુટી અને અને આસિસ્ટન્ટ કમિશનરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હજુ ફરજ પર હાજર થયાના ટૂંકા જ સમયમાં સસ્પેન્ડ ઓર્ડર પકડાવી દેવામાં આવતા જીએસટી વિભાગમાં બુધવારે આખો દિવસ આ જ ચર્ચા રહી હતી.

નજીકના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભાવનગરમાં આસિસ્ટન્ટ કમિશનરની ફરજ બજાવતા સંજય ગાંધીને રાજકોટ જીએસટી અન્વેષણ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે મુકાયા હતા. જ્યારે એચ.કે. માલવિયાને આસિસ્ટન્ટ કમિશનર તરીકે રાજકોટમાં મૂકવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને અધિકારીઓની જવાબદારી પેઢીઓના રજિસ્ટ્રેશનથી લઇને રિફંડ ,આઈટીસી ચૂકવવા વગેરે બાબતમાં ફિક્સ થઈ હતી.

પોતાને જે કામગીરી સોંપવામાં આવી હોય તે કામગીરી પૂરી કરી નહોતી અને સંડોવણી સામે આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ભાવનગરમાં જીએસટી કૌભાંડની સાથે- સાથે ડિપાર્ટમેન્ટમાં ચાલતી લાપરવાહી પણ બહાર આવી છે.જેના પડઘા અમદાવાદ મુખ્ય ઓફિસ સુધી પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...