• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • DEO's Negligence In Schools In Rajkot Has Infected Students: NSUI, Why Close Schools When The Case Comes: Leader Of Opposition

આક્ષેપ:રાજકોટની સ્કૂલોમાં DEOની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે: NSUI, કેસ આવે ત્યારે કેમ શાળા બંધ કરો છો : વિપક્ષી નેતા

રાજકોટએક મહિનો પહેલા
વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપૂત
  • શહેરની શાળામાં ભૂલકાઓ સંક્રમિત થતા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે DEO પર ગંભીર આક્ષેપો કર્યા

ગઈકાલે રાજકોટ શહેરની ચાર શાળાઓમાં ભૂલકાઓ સંક્રમિત થયા હતા. આ મુદ્દે કોંગ્રેસના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે DEO બી.એસ.કૈલા પર ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યાં NSUIએ કહ્યું હતું કે, રાજકોટની સ્કૂલોમાં DEOની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. જયારે વિપક્ષી નેતાએ કહ્યું હતું કે,કેસ આવે ત્યારે કેમ શાળા બંધ કરો છો.

ચેકીંગ શરૂ નહીં થાય તો DEO કચેરીનો ઘેરાવ કરવામાં આવશે
આ મુદ્દે રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણવ્યું હતું કે, સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરાનાથી સંક્રમિત થવાની ઘટના એ ક્યાંક આપડા સૌ માટે ચિંતાનો વિષય છે. એક પણ સ્કૂલ-કોલેજમાં આ ગાઈડલાઈનનું પાલન થતું નથી અને એ હકીકત જિલ્લા શિક્ષણઅધિકારી જાણે છે છતાં કોઈ દિવસ સ્કૂલમાં રૂબરૂ જઈ આ ગાઇડલાઇનનું પાલન થાય કે નહિ તે ચેક કરવાની તસ્દી પણ તેમણે નથી લીધી DEOની જવાબદારી માત્ર ઓફિસમાં બેસી નિવેદનો અને આદેશ આપવાની નથી પરંતુ ગ્રાઉન્ડ ઉપર જઈ બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે કાળજી લેવીની પણ છે. હવે જો કોરોનાની ગાઈડલાઈન અંગે શાળાઓમાં ચેકીંગ શરૂ કરવામાં નહીં આવે તો DEO કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.

DEO બી.એસ.કૈલાની ફાઈલ તસવીર
DEO બી.એસ.કૈલાની ફાઈલ તસવીર

બાળકોને વાહનોમાં ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવે છે
બીજી તરફ કોંગ્રેસના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, શાળાના બાળકોને લેવા-મુકવા જતા વાહનોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી અને બાળકોને ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવે છે ત્યારે મનપાનું તંત્ર RTO અને ટ્રાફિક પોલીસને સાથે રાખીને નિયમાનુસાર બેઠક વ્યવસ્થા કરવાની કામગીરી કરવામાં કરે તો વધુ સારું રહેશે. જયારે શાળામાં કેસ આવે ત્યારે શાળા બંધ કરવાની કામગીરી કરો છો ત્યારે બાળકોના જીવના જોખમ લીધા વગર શાળા બંધ કરવી જોઈએ

અન્ય સમાચારો પણ છે...