ખુલાસો:રેતીનો સટ્ટો કરી દેવલે વેચી નાખ્યો, પૈસા ન આવતા ટ્રક ચાલુ રાખ્યા’તા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રફાળાના રેતી ચોરી કૌભાંડમાં ભાવેશ અને દેવલે વટાણા વેર્યા
  • 5ની ધરપકડ બાદ વધુના નામ ખુલ્યા, સટ્ટો ખરીદનારની શોધખોળ

રાજકોટના રફાળા ગામે દિવ્ય ભાસ્કર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઓપરેશનમાં મસમોટી રેતીચોરી ઝડપાઈ હતી જે મામલે પોલીસ કોન્સ્ટેબલ મનીષ ચાવડાના ભાઈ ભાવેશ ચાવડા સહિત 5 શખ્સની ધરપકડ થઈ છે. પોલીસે પાંચેયને રિમાન્ડ પર લેતા સટ્ટો કોઇ ત્રીજી જ વ્યક્તિને વેચાયાનું સામે આવ્યું છે.

દેવલ માલા અને ભાવેશ ચાવડા સહિતનાઓ નદીમાંથી રેતી કાઢીને કાંઠા પર સટ્ટો કરીને વેચી રહ્યા હતા અને તેના માટે આખું નેટવર્ક ઊભું કર્યું હતું. જો કે ઓપરેશનમાં આ તમામ લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે રિમાન્ડ પર લેતા દેવલ અને ભાવેશે કબૂલાત આપી હતી કે, તે બધાએ ભેગા થઈને નદીમાંથી રેતી કાઢી સટ્ટો કર્યો હતો અને પછી ટ્રક ભરી ભરીને વેચી દેતા હતા. થોડા સમય પહેલા જ આખા સટ્ટાનો તેમણે સોદો કરી નાખ્યો હતો. સટ્ટો ખરીદનારે પૂરા પૈસા ન આપ્યા હોવાથી જ્યાં સુધી પૈસા ન આપે ત્યાં સુધી રાત્રીના સમય દરમિયાન પોતે ટ્રક ભરવાનું ચાલુ રાખશે તેવી મેલી મુરાદ હતી અને આ દરમિયાન બંને ઝડપાઈ ગયા હતા. કુવાડવા પોલીસે આ મામલે હવે સટ્ટો કોણે ખરીદ્યો તેની વિગતો મેળવી રહી છે અને તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...