એજ્યુકેશન:DEO આજે રાજકોટ જિલ્લાનો બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણમંત્રી, સચિવ રાજ્યના DEO સાથે કોન્ફરન્સ કરી સમીક્ષા કરશે

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તારીખ 3 માર્ચને શુક્રવારે રાજ્યના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, બોર્ડના અધિકારીઓ આજે રાજ્યના ડીઈઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરશે અને દરેજ જિલ્લાના શિક્ષણાધિકારી પોતાના જિલ્લાનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો, બેઠક વ્યવસ્થા સહીતની બાબતોની સમીક્ષા માટે કલેકટર પણ આજે મિટિંગ લેવાના છે. ત્યારબાદ જિલ્લા શિક્ષણધિકારી રાજકોટ જિલ્લાનો બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરશે.

14 માર્ચે લેવાનારી બોર્ડની પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરવા આજે સવારે 11 કલાકે શિક્ષણમંત્રીની હાજરીમાં કોન્ફરન્સ થશે. રાજકોટ જીલ્લામાં ધોરણ 10ના 47,606, ધોરણ 12 સાયન્સના 7069, ધોરણ 12 સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓ 514 અને ધોરણ 12 કોમર્સના 29,744 વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક પણ આયોજિત કરવામાં આવી છે. આ પરીક્ષા માટે સીસી ટીવી કેમેરા વાળા બિલ્ડિંગો જ ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિના બનાવો ન બને તે માટે સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં સ્થાનિક અને બોર્ડની સ્ક્વોડ આ પરીક્ષામાં સ્ટેન્ડ ટુ રહેશે. કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવશે. શિક્ષણબોર્ડે પરિક્ષા પહેલા શિક્ષકોના પેપર ચેકિંગ કરવાના ઓર્ડર પણ ઇશ્યુ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...