જમીન ફગાવી:થાપણદારો સાથે છેતરપિંડી કરનાર 3 મંડળીના 7ના જામીન નામંજૂર

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોતે થાપણદાર હોવાનું જણાવી સાતેય આરોપીએ અરજી કરી ’તી

થાપણદારોને ઊંચા વ્યાજદરની લાલચો આપી સમય ટ્રેડિંગ, આશિષ કો-ઓપ, રામેશ્વર સોસાયટી ત્રણ મંડળીઓ દ્વારા છેતરપિંડીના બનાવોની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે મૂળ સુધી પહોંચવા માટે ટીમ બનાવાઇ હતી સીટ દ્વારા ત્રણેય મંડળીના સંચાલકો અને તેમના મળતિયાઓ પાસે જરૂરી ડોક્યુમેન્ટ, કમ્પ્યૂટર સહિતની સામગ્રીઓ કબજે કરીમંડળીના સંચાલકો, મળતિયાઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.

જેલહવાલે રહેલા આરોપી વિપુલ વસોયા, ગોપાલ રૈયાણી, ગોરધન વાઘેલા, મહેન્દ્ર ધબ્બા, આશા ધબ્બા, ચિરાગ મહેતા, દીપક કોટડિયાએ જામીન પર છૂટવા અરજી કરી હતી. આરોપીઓએ પોતે ખુદ થાપણદારો હોવાનું અને મંડળીઓમાં મામૂલી હોદ્દા ધરાવતા હોવાનું અરજીમાં જણાવ્યું હતું. સરકારપક્ષે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે.વોરાએ રજૂઆતમાં જણાવ્યું કે, થાપણદાર હોવાનું કહેતા આરોપીઓએ પોતે કેટલી રકમનું રોકાણ કર્યું તે જણાવાયું નથી.

મોટી રકમનું કમિશન તેમજ અન્ય સવલતો મેળવી હોવાના દસ્તાવેજી પુરાવાઓ સ્પષ્ટ થાય છે. ત્યારે આરોપીઓ થાપણદારોની રકમ ચાઉ કરવામાં સંસ્થાઓના મુખ્ય સંચાલકો જેટલા જ જવાબદાર હોય આરોપીઓને જામીન આપી શકાય નહીં. સેશન્સ જજ યુ.ટી.દેસાઇએ સરકારપક્ષની રજૂઆતને ધ્યાને રાખી સાતેયની જામીન અરજીને નામંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...