તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:લેન્ડ ગ્રેબિંગ કેસમાં વકીલ સહિત ત્રણ આરોપીના જામીન નામંજૂર

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કૌભાંડ આચર્યું’તું

શહેરના મોટામવા ગામે ભુરાભાઇ પટેલના 2021માં મૃત્યુ બાદ તેમના પુત્ર કાંતિભાઇ પટેલના કબજામાં રહેલી જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયા હરકિશન દેવડા સબ રજિસ્ટ્રાર કચેરીમાં મૃતક ભુરાભાઇ પટેલની જગ્યાએ હાજર રહી કાંતિભાઇ પટેલના કબજાવાળી જમીનનું મિલન ખોળા મકવાણાના નામનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો. જેમાં દોલુભા દેવાભા અને જિતેન્દ્ર નામના શખ્સે સાક્ષી તરીકે સહી કરી હતી. તેમજ એડવોકેટ હરસુખ ચૌહાણે સોગંદનામામાં ઓળખ આપી જમીન કૌભાંડ આચર્યું હતું.

જમીન કૌભાંડની કાંતિભાઇ ભુરાભાઇ પટેલને જાણ થતા તેમને તંત્રને અરજી કરી જાણ કરી હતી. ફરિયાદને પગલે પોલીસ તપાસમાં સ્ટુડિયો સંચાલક ધવલ બગથરિયા નામનો શખ્સ અને અશ્વિન પરસાણા જમીન વેચાણ બેઠકમાં હાજર હોવાનું તેમજ અશ્વિનભાઇએ કેતન વોરાને 73 લાખ આપ્યાનું જાણવા મળ્યું હતું. બાદમાં કેતન વોરાએ બહાદુરસિંહ ચૌહાણનો સંપર્ક કરી જયેશ ડાભી નામના શખ્સ પાસે કમ્પ્યૂટરમાં બોગસ દસ્તાવેજો તૈયાર કરી ખોટા સરકારી હુકમ બનાવી આપ્યા હતા. જે દસ્તાવેજો અમિતસિંહ ચૌહાણે સરકારી કચેરીમાં સહી કરી આપી હતી. વધુ તપાસમાં દસ્તાવેજોની ખરાઇ કરતા તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું ખુલ્યું હતું.

જેથી તાલુકા મામલતદાર કથીરિયાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન કેસમાં સંડોવાયેલા ત્રણેય આરોપીએ જમીન પચાવી પાડેલ નથી કે કબજો કર્યો નથી. તેથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ પડતો ન હોવાનું કારણ ધરી જામીન અરજી કરી હતી. જે અરજી સામે સ્પે.પી.પી. એસ.કે.વોરાએ કાયદામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવે તો તે લેન્ડ ગ્રેબિંગ જ કહેવાય છે.

તેમજ જમીન કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીમાંથી કોઇ આરોપી સરકારી નોકર ન હોવા છતાં સોશિયલ મીડિયા પર સરકારી હુકમો અને ઠરાવોની નકલો મોકલાવે છે તે સ્પષ્ટ સાબિત થાય છે. ત્યારે આવા કેસમાં ત્રણેય આરોપીને જામીન પર છોડવા ન જોઇએની રજૂઆત કરી હતી. ખાસ અદાલતે રજૂઆતને ધ્યાને રાખી એડવોકેટ સહિત ત્રણેય આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...