કાર્યવાહી:4 ગ્રામ કોકેન સાથે પકડાયેલા આરોપીના જામીન નામંજૂર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પંજાબનો શખ્સ 24 પડીકી સાથે પકડાયો’તો

કુવાડવા હાઇવે પરથી અઢી મહિના પહેલા 4 ગ્રામ કોકેનની 24 પડીકી સાથે એરપોર્ટ પોલીસે પંજાબના ગુરુલાલસિંઘ કુલવંતસિંઘ ધીલોનને ઝડપી લીધો હતો. દરમિયાન જેલહવાલે રહેલા આરોપી ગુરુલાલસિંઘે જામીન પર છૂટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીનો સરકારી વકીલ મુકેશભાઇ પીપળિયાએ વિરોધ કરી આરોપી પોતાના આર્થિક લાભ માટે યુવાધનને બરબાદ કરવાનું કૃત્ય કર્યું છે.

ત્યારે આવા આરોપીને જામીન આપવા ન જોઇએ તેમજ તેને જામીન મળી જાય તો તે તેના વતન જતા રહ્યા બાદ કોર્ટની મુદતે હાજર ન રહેતો કેસ વિલંબમાં પડે તેવી સંભાવના વ્યક્ત કરી રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી સેશન્સ જજ યુ.ટી.દેસાઇએ આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...