​​​​​​​​​​​​​​મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો:શહેરમાં ડેન્ગ્યુની લહેર : એક જ સપ્તાહમાં 24 સાથે કુલ 90 કેસ, ગત વર્ષ કરતા દર્દીઓ વધ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટ માસ સુધીમાં 32 જ કેસ હતા સપ્ટેમ્બરના 20 જ દિવસમાં 55થી વધુ ડેન્ગ્યુના દર્દી નોંધાયા
  • સિવિલ હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુના ભરડામાં, આખી હોસ્ટેલમાં ફોગિંગ કરાવાયું

રાજકોટ શહેરમાં કોરોનાની ત્રીજી લહેરને ટાળવા માટે વેક્સિનેશન વધી રહ્યું છે પણ તેવામાં ડેન્ગ્યુની લહેરે દસ્તક દીધી છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેસ આવ્યા છે જે પહેલા 7થી 9 હતા એટલે કે 3 ગણો વધારો નોંધાયો છે. વરસાદ બાદ હજુ પણ સ્થિતિ બગડે તેવી શક્યતા છે આ સાથે ગત વર્ષના સિઝનના કુલ 62 ડેન્ગ્યુના કેસ કરતા પણ આ વર્ષે અત્યારથી સંખ્યા વધી ગઈ છે હજુ તો ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાતા હોય તે ઓક્ટોબર મહિનો આખો બાકી છે.

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંક મુજબ તા.13થી 19 સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના 24 કેસ સાથે સિઝનના 90 કેસ નોંધાયા છે. ઓગસ્ટના અંત સુધીમાં આ સંખ્યા 32 જ હતી અને તેના બમણાથી પણ વધુ કેસ સપ્ટેમ્બરના 20 દિવસમાં નોંધાયા છે. 12 તારીખે પૂરા થતા સપ્તાહમાં પણ 9 કેસ આવ્યા હતા તેથી છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુમાં ખૂબ વધારો થયો છે. આ સાથે ગત વર્ષના સિઝનના કુલ 62 કેસ કરતા ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જ વધી ગયા છે અને હજુ સૌથી વધારે જ્યારે ડેન્ગ્યુના કેસ નોંધાય છે તે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો આખો બાકી છે.

માત્ર ડેન્ગ્યુ જ નહિ પણ મલેરિયા અને ચિકનગુનિયાએ પણ જોર કર્યું છે જે સાબિત કરે છે કે મચ્છરજન્ય રોગો બેકાબૂ બની રહ્યા છે. આ સ્થિતિ ન સર્જાય તે માટે મનપાએ જૂન મહિનાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી આ તૈયારીઓ કેટલી ફાયદાકારક રહી છે તે આવતા માસના અંત સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કેસ દેખાઈ રહ્યા છે તેવામાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પીડીયુ મેડિકલ કોલેજના બે રેસિડેન્ટ ડોક્ટર પણ શનિવારે ડેન્ગ્યુના ભરડામાં આવી ગયા છે. મેડિકલ કોલેજના ડીન ડો. મુકેશ સામાણીએ જણાવ્યું હતું કે, કેસનો ખ્યાલ આવતાં જ હોસ્ટેલમાં એન્ટિ લારવા એક્ટિવિટી અને ફોગિંગ કરાવાયું છે.

478 કેસ ડેન્ગ્યુના 2019ના વર્ષમાં ઓક્ટોબરમાં નોંધાયા હતા. જે છેલ્લા આઠ વર્ષમાં એક જ મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. તે વર્ષે ડેન્ગ્યુના કુલ 1062 કેસ નોંધાયા હતા. ત્યારે તંત્રએ ડેન્ગ્યુથી શહેરીજનોને બચાવવા ઝુંબેશ શરૂ કરી હતી.

છેલ્લા 50 દિવસમાં ચિકનગુનિયાના 13 કેસ, હજુ વધવાની સંભાવના
રાજકોટ શહેરમાં જુલાઈ માસ સુધીમાં માત્ર એક જ ચિકનગુનિયાનો કેસ હતો, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બીજા 13 કેસ સાથે 14 કેસ નોંધાયા છે. 2020માં આખા વર્ષમાં માત્ર 19 કેસ નોંધાયા હતા જ્યારે 2019 કે જ્યારે મચ્છરજન્ય રોગો સૌથી વધુ ફેલાયા હતા ત્યારે પણ ચિકનગુનિયાનો આંક વર્ષ આખાનો 29 રહ્યો હતો. જેમાં સૌથી વધુ કેસ ઓક્ટોબર અને નવેમ્બરમાં નોંધાયા હતા. ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં જ 14 કેસ નોધાયા છે તેથી આ વર્ષે ચિકનગુનિયામાં છેલ્લા 5 વર્ષના સૌથી વધુ કેસનો રેકોર્ડ તૂટશે તેવું તબીબો જણાવી રહ્યા છે.

મચ્છરથી જ ફેલાતા મલેરીયા રોગના પણ આંક વધી રહ્યો છે. ગત વર્ષે કુલ 15 કેસ નોંધાયા હતા જે આ વર્ષે 29 થયો છે તેમાં પણ વધારો આવે તેવી પૂરી શક્યતા છે. 2019માં ડેંગ્યુના 84 જ્યારે 2021માં 71 કેસ નોંધાયા હતા. 2019માં મચ્છરજન્ય રોગો ફેલાતા સરવે કરીને 3 લાખ જેટલી બ્લડ સ્લાઈડ લેવાઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 2 લાખ બ્લડ સ્લાઈડ લેવાઈ છે.

2013થી 2020 સુધીના ટ્રેન્ડ મુજબ ડેન્ગ્યુના સૌથી વધુ કેસ ઓક્ટોબરમાં નોંધાય છે

મહિનો20132,014201520162017201820192020
જાન્યુઆરી6127127155
ફેબ્રુઆરી01505473
માર્ચ213413333
એપ્રિલ225127721
મે4041031093
જૂન2641618832
જુલાઈ20186252181
ઓગસ્ટ103014305072224
સપ્ટેમ્બર299498104491441235
ઓક્ટોબર166211741888328947813
નવેમ્બર60281021476915831716
ડિસેમ્બર132020331640756
કુલ કેસ67785439557350763106262
અન્ય સમાચારો પણ છે...