• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dengue Outbreak In Rajkot, 15 New Cases Reported, 171 Total Patients Of The Season, Fined Rs 59,500 Thousand For Mosquito Breeding In 1281 Places

રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો હાહાકાર, નવા 15 કેસ નોંધાતા સિઝનના કુલ દર્દીઓ 171ને પાર, 1281 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ મળતા રૂ.59,500 હજારનો દંડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી દવાખાનાઓમાં પણ ડેંગ્યુ અને મેલેરીયાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાનું જાણવા મળ્યું

રાજકોટમાં કોરોના શાંત પડી ગયો છે ત્યારે મચ્છરજન્ય ડેંગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા સપ્તાહમાં ખતરનાક ડેંગ્યુ તાવના વધુ 15 દર્દી નોંધાતા સિઝનના કુલ દર્દીઓનો 171ને પાર થઇ ગયો છે. તો મેલેરીયાના 0 અને ચિકનગુનિયાના 1 કેસ નોંધાયા છે. આ દરમ્યાન ચકાસણીમાં ઠેર ઠેર મચ્છરોના ઉપદ્રવ જોવા મળતા અઠવાડિયામાં આવી જગ્યાઓના સંચાલકો પાસેથી રૂા.59,500 હજારનો દંડ લેવામાં આવ્યો છે.

મેંલેરીયાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે
આરોગ્ય શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક આંકડા મુજબ ગત તા. 1-10થી 12-10 દરમ્યાન ડેંગ્યુના નવા 15 દર્દી નોંધાતા ચોપડા પર સત્તાવાર રીતે દર્દીઓનો આંકડો 171 થયો છે. તો મેલેરીયાના 0 સહિત કુલ 42 અને ચિકનગુનિયાના 1 સહિત કુલ 19 કેસ નોંધાયા છે. જોકે ખાનગી દવાખાનાઓમાં પણ ડેંગ્યુ અને મેલેરીયાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

રૂા.59,500 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
વધુમાં મચ્છરજન્ય રોગચાળા અટકાયત પગલાના ભાગરૂપે આરોગ્ય અને મેલેરીયા શાખા દ્વારા સઘન સર્વે અને ચકાસણીની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન 7,363 મકાનોમાં ફોગીંગ કરીને 88,748 પાણીના ટાંકામાં દવા નાંખી પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. જુદા જુદા પ્રકારની મિલકતોની ચકાસણી કરાતા 1281 જગ્યાએ બેદરકારીથી મચ્છરની ઉત્પતિ થયાનું દેખાયું હતું. જે બદલ રૂા.59,500 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

859 જગ્યાએ ચકાસણી કરવામાં આવી
તંત્ર દ્વારા અન્ય બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટલ, કારખાના, હોસ્ટેલ, ધર્મ સ્થળ, સરકારી કચેરીઓ સહિત 859 જગ્યાએ ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે લોકોને મચ્છરજન્ય રોગચાળાથી બચવા ખાસ તકેદારી રાખવાની અપીલ કરતા જણાવ્યું છે કે આ એડીસ મચ્છરો શુધ્ધ પાણીમાં જ જન્મે છે. આથી સાફ સફાઇ ખુબ જરૂરી છે. પાણીમાં જોવા મળતા પોરા અને લારવા એ મચ્છરના બચ્ચા છે. તે જોવા મળે તો તુરંત નાશ કરવો અનિવાર્ય છે.